ધોબી સોસાયટી પાસે છોટા હાથીમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

654

ભાવનગર શહેરમાં પોલીસ અધિકક્ષની સુચના અનુસાર ઠેર-ઠેર નવરાત્રી દરમ્યાન ચેકીંગ ચાલી રહ્યું હોય તેને લઈઅ ાજરોજ બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા ધોબી સોસાયટી પાસે પોલીસ દ્વારા ચેકીંગ દરમ્યાન એક છોટા હાથીને ચેક કરતા આ છોટા હાથીમાંથી ઈંગ્લિશ દારૂની બોટલ નં. પ૮૮ સાથે એક આરોપી બકુલ હિંમત ચૌહાણ રહે. ઘોઘારોડ જકાતનાકા વાળાને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને બાતમી આધારે ધોબી સોસાયટી પાસેથી એક છોટાહાથી પસાર થઈ રહ્યો હતો. છોટાહાથી ગાડી નં. જી.જે.૪વી પ૭૧૮ને તેને ઉભો રાખીેને ચેક કરતા તેમાંથી ઈંગ્લિશ દારૂની બોટલ નં. પ૮૮ તથા બીયર નં. ૭ર નિકળતા તેને મુદ્દામાલ સાથે રૂા. ર,૮૯,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં બોરતળાવ પોલીસના પીઆઈ કે.એમ.રાવળ, એએસઆઈ પી.પી.રાણા, હે.કો. કુલદીપસિંહ કનકસિંહ, બી.કે.ચૌહાણ, કો. અતુલભાઈ ચુડાસમા, મહિપાલસિંહ દીલુભા, હિરેનભાઈ સોલંકી તથા નારણભાઈ પુંજાભાઈ તથા ડી.સ્ટાફના આ કામગીરીમાં જોડાયા હતાં.

Previous articleઈસ્કોન કલબ ખાતે કલરસ ગુજરાતી પર નવી સીરીયલ અભિલાભાષાનો લોન્ચીંગ
Next articleરાજકોટમાંથી પેરોલ જમ્પ કરેલ આરોપી પકડી પાડતી ભાવ. પોલીસ