સિહોર ન.પા. દ્વારા ડ્રાઈવ ગોઠવી દબાણો દુર કરાયા

587

સિહોર નગરપાલિકા દ્વારા આજરોજ શહેરના મેઈન બજાર વિસ્તારમાં એક ડ્રાઇવ ગોઠવી હતી જેમાં મેઇનબજાર માં તથા ફૂટપાથ પર  દબાણ કરેલ લારીઓ, દુકાણદારોની ટાંગણીઓ,તથા તહેવારો માં પોતાની દુકાનો ના માલસામાન દુકાન બહાર ગોઠવી ફૂટપાથ પર અડચણો ઉભી કરનાર વેપારીઓ ને આજે પીલીસ બંદોબસ્ત સાથે ચેતવણી આપવામાં આવી હતી કે આવતી કાલ સુધીમાં ફૂટપાથ ખાલી કરવી તથા રાહદારીઓને કોઈ અડચણ પડે તેમ કોઈ વસ્તુઓ રોડ કે અડચણરૂપ ગોઠવવી નહિ અન્યથા આવતી કાલે નગરપાલિકાના સ્ટાફ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે  આ કામ માં નગરપાલિકા ચિફઓફિસર બરાળ, નીતિનભાઈ પડયા,શોપ ઇન્સપેક્ટર વિજયભાઈ વ્યાસ,આનંદભાઈ રાણા,સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો ત્યારે વહેપારીઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો

Previous articleખુન કેસના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી ઝડપી લેતી એલસીબી
Next articleએક વણઝારી ઝુંલણા ઝુલતી તી….મારી અંબે માના ઝુલણા ઝુલતી તી…