બાબરાના મહિલા સીડીપીઓ રૂા. ૬૯૦૦ની લાંચ લેતા ઝડપાયા

668

બાબરા તાલુકા ની સરકારી કચેરી માં છેલ્લા કેટલાક સમય થી આર્થિક લેતીદેતી અને અરજદારો પાસે કામ ના બદલા માં લાંચ લેવા ની વ્યાપક પ્રમાણ માં ફરિયાદો વચ્ચે આજે બાબરા તાલુકા પંચાયત માં આઈ સી ડી એસ શાખા ના મહિલા સીડીપીઓ આંગણવાડી વર્કર બહેનો પાસે થી લાંચ ની રકમ લેતા અમરેલી જીલ્લા એ સી બી ટીમ ના પીલીસ ઇન્સ આર અને દવે દ્વારા ઝડપી પાડી અને મોડી સાંજ સુધી સ્થળ પંચનામું સહિત અરજદાર અને આરોપી ના નિવેદનો સહિત કચેરી નું લગત સાહિત્ય ઝપ્ત કરવા અંગે કામગીરી હાથ ધરવા માં આવી છે

પ્રાથમિક મળતી વિગત મુજબ બાબરા સીડીપીઓ તરીકે ફરઝ બજાવતા મહિલા કર્મચારી રેખાબેન જોષી દ્વારા આંગણવાડી વર્કર બહેનો પાસે ઓડીટ કરવા ના બહાને એક આંગણવાડી ના ઓડીટ રીપોર્ટ માટે રૂપિયા ૩૦૦ એક અલગ અલગ ૨૩ આંગણવાડી ના પ્રથમ ચરણ માટે રૂપિયા ૬૯૦૦ ની લાંચ સ્વીકાર કરનાર હોવાની લાંચ રૂસ્વત વિરોધી માહિતી અંગે ના ટોલ ફ્રી નંબર ઉપર જાગૃત નાગરિકે કરેલી ફરિયાદ આધારિત અમરેલી એ સી બી ટીમ ને મળેલી માહિતી મુજબ છટકું ગોઠવી અને મહિલા ને ઝડપી પાડવા માં આવી છે

અધિકારી વર્ગ ના જણાવ્યા મુજબ હાલ પ્રાથમિક કબુલાત નિવેદન માં ઝડપાયેલ મહિલા દ્વારા પોતાના બચાવ માં આ રકમ અન્ય કામો અને હાથ ઉછીની લીધી હોવાનું રટણ કરવા માં આવી રહ્યું છે પરંતુ મળેલી માહિતી મુજબ લાંચ સ્વીકારતા ઝડપી લીધા છે અને અમરેલી ખાતે વિધિવત ફરિયાદ દાખલ કરવા સહિત એસીબી અમદાવાદ ની સુચના મુજબ કચેરી નું સાધનિક દફતર અને મહિલા ના રહેઠાણ ખાતે એક સર્ચ ટીમ મોકલવા માટે ગણતરી ની કલાકો માં આદેશ છૂટવા તૈયારી હાથ ધરવા માં આવનાર છે

આંગણવાડી મહિલા કાર્યકરો માંથી મળતી વિગત મુજબ તાલુકા માં ૧૩૦ જેટલી આંગણવાડી કાર્યરત છે અને આ મહિલા વર્કરો પાસે થી વાર્ષિક જુદા જુદા કામ માટે આર્થિક ફાયદો મેળવવા માં પાવરધા હતા સાથોસાથ અવાર નવાર બદલી થવા છતાં રાજકીય આચળા થકી બાબરા પોસ્ટીંગ મેળવી લેતા હતા આંગણવાડી માં વર્કર હેલ્પર ની ખાલી પડેલી જગ્યા માં અવાર નવાર ભરતી પ્રક્રિયા માં મોટી રકમો ના ઉઘરાણા કરવા સહિત જુદી જુદી શિબિરો ટ્રેનીંગો વખતે મસ મોટા ઉઘરાણા અને સરકારી બીલો મૂકી આર્થિક લાભ મેળવવા અંગે જીલ્લા પોગ્રામ ઓફીસરો સુધી નાનાકદ ના કર્મચારી ની અવાર નવાર ટેલીફોનીક રજુવાત થવા પામતી હતી પરંતુ આવી ફરિયાદો બહેરા કાને અથડાતી હોવાની ચર્ચા એ પણ આઈ સી ડી એસ શાખા માં જોર પકડ્યું છે

Previous articleપાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળના બાળકોેએ ૩પ કિલો પ્લાસ્ટીક ભેગુ કર્યુ
Next articleવિભાવરીબેન દવેના હસ્તે સફાઈ કામદારને નિમણુંકપત્ર એનાયત કરાયા