રાફેલ પાકિસ્તાની એફ-૧૬ કરતા ખુબ જ શક્તિશાળી છે

345

રાફેલ વિમાનના ભારતમાં આવ્યા બાદ ભારતીય હવાઈ ક્ષેત્રમાં ભારતની તાકાત અનેકગણી વધી જશે. હવાઈ ક્ષેત્રમાં ભારતનું પ્રભુત્વ થઇ જશે. એમ માનવામાં આવે છે કે, રાફેલથી ભારતને એક નવી પ્રકારની શક્તિ મળી જશે. રાફેલ અનેક લોલેન્ડ જામર, ૧૦ કલાક સુધીની  ડેટા રેકોર્ડિંગ, ઇઝરાયેલી હેલ્મેટવાળા ડિસ્પ્લે, અનેક વિશેષતા ધરાવનાર રડાર વોર્નિંગ રિઝિવર, ઇન્ફ્રારેડ સર્ચ અને ટ્રેકિંગ સિસ્ટમ જેવા ક્ષમતાઓ ધરાવે છે. ૨૭મી ફેબ્રુઆરીના દિવસે ડોક ફાઇટ દરમિયાન ભારતના મિગ બાયસન દ્વારા પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. આ જેટ વિમાન પાકિસ્તાને અમેરિકા પાસેથી ખરીદ્યું હતું. જો રાફેલ અને એફ-૧૬ની સરખામણી કરવામાં આવે તો રાફેલ તેના કરતા અનેકગણુ શક્તિશાળી છે. રાફેલના રડાર સિસ્ટમ એફ-૧૬ કરતા ખુબ મજબૂત છે. એફ-૧૬ રડાર સિસ્ટમ ૮૪ કિલોમીટરની હદમાં ૨૦ ટાર્ગેટની ઓળખ કરે છે જ્યારે રાફેલ ૧૦૦ કિલોમીટરની હદમાં ૪૦ ટાર્ગેટ નક્કી કરે છે. રાફેલ સ્કાલ્પ મિસાઇલો સાથે ઉંડાણ ભરી શકે છે જે આશરે ૩૦૦ કિલોમીટરના અંતર સુધી લક્ષ્યાંક પર ત્રાટકી શકે છે જ્યારે એફ-૧૬ની વધુમાં વધુ ક્ષમતા ૧૦૦ કિલોમીટર સુધી ત્રાટકવાની રહેલી છે. રાફેલ વિમાન મળી ગયા બાદ ભારત પાકિસ્તાન ઉપર તથા ચીન ઉપર મજબૂત સ્થિતિ મેળવી લેશે અને સરહદ પાર આતંકવાદી ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખી શકશે. ભારતને મળનાર રાફેલ જેટમાં ભારતની માંગ મુજબ છ સુધારા કરવામાં આવ્યા છે જેમાં રડાર વોર્નિંગ રિઝિવર, લોબેન્ડ જામર્સ, ૧૦ કલાકના ફ્લાઇટ ડેટા રેકોર્ડિંગ, ઇન્ફ્રારેડ સર્ચ, ટ્રેકિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. ૧૦ કીટીઓર મિસાઇલોથી સજ્જ રાફેલ વિમાન ૧૨૦ કિલોમીટરના અંતરથી એફ-૧૬ને ફૂંકી મારવામાં સક્ષમ છે. રાફેલ અને પાકિસ્તાની એફ-૧૬ની વાત કરવામાં આવે તો રાફેલ વિમાન પાકિસ્તાની વિમાન કરતા અનેકગણુ વધુ શક્તિશાળી છે. આવનાર સમયમાં ભારત બાલાકોટ જેવા ઓપરેશન જ્યારે પણ પાર પાડશે ત્યારે તેને પાકિસ્તાન પર લીડ મેળવી લેવામાં ખુબ ફાયદો થશે.

Previous articleઆરબીઆઇ વ્યાજદરમાં ફરી ઘટાડો કરી શકે છે : સેશ રિપોર્ટ
Next article૫ વર્ષમાં ક્યારે પણ સરકારને પાડી નાંખવાનું ષડ્યંત્ર કર્યું નથીઃ ઉદ્ધવ ઠાકરે