બોટાદના કોન્સ્ટેબલ રપ૦૦ની લાંચ લેતા ઝડપાયા

644

બોટાદ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ  હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિનોદભાઈ મનુભાઈ વાળોદરાએ આ કામ ફરિયાદ પાસેથી સેથળી ગામની છોકરી પ્રેમ સંબંધના કારણે ગઈ સાતમ આઠ પહેલા એક બીજાની સહમતીથી પોતાના પરિવારજનોને જાણ કર્યા વગર પોતાના ઘરેથી જતાં રહેલ હોય જે બાબતે છોકરીના પિતાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં પોતાની છોકરી ગુમ થયા બાબતની અરજી કરેલ હતી.  જે અરજીની તપાસ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ કરતા હોય. જેઓએ તપાસ દરમ્યાન આ ગુમ થનાર છોકરી તથા ફરિયાદી મળી આવતાં હેડ કોન્સ્ટેબલએ અરજી તપાસના કામે તેઓની પાસેથી પ્રથમ ર૦,૦૦૦ની માંગણી કરેલ અને તેઓના પાસેથી ૬-૬-ર૦૧૯ના રોજ ૧ર,૦૦૦/- લાંચ પેટે લઈ લીધા હતાં. બાદમાં બાકીની રહેતી રકમ પેટે રૂા. પ૦૦૦/-ની લાંચની માંગણી અવાર-નવાર કરતા હોય. ફરિયાદીએ લાંચ આપવા માંગતા ના હોય એસીબીમાં ફરિયાદ કરતાં, આજરોજ ગોઠવેલ લાંચના છટકામાં રપ૦૦/-ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતાં. બી.પી. ગાંધેર ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એસીબી પોસ્ટ બોટાદ તથા ટીમ દ્વારા ટ્રેપ કરવામાં આવી હતી. સુપરવિઝન અધિકારી તરીકે જુનાગઢ એકમના બી.એલ. દેસાઈ રહ્યા હતાં.

Previous article૧લી નવેમ્બર બાદ શિયાળની ઠંડીનો પ્રારંભ
Next articleખેલમહાકુંભ રાજયકક્ષા વિવિધ સ્પર્ધા યોજાઈ