દામનગર ની હદ માં મોડી રાત્રે દામનગર થી ભુરખિયા જતા રોડ પર મેથળી ના પાટિયા પાસે ૨૬ વર્ષય મહિલા ની મૃત હાલત માં મળી આવી ભુરખિયા રોડ પર નાક માં થી લોહી નિકળતી હાલત માં મુખ્ય રોડ પર જીન્સ પેન્ટ અને ટીશર્ટ માં એક મહિલા પડી હોવા ની જાણ દામનગર પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મહિલા મૃત્યુ પામી હોવા થી નાક માં થી લોહી નીકળતું હતું અને પોલીસે તુરત લાશ ને દામનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપેલ અને આ મૃતક મહિલા ની ઓળખ મેળવવા પોલીસે કવાયત કરતા મૃતક મહિલા લાઠી તાલુકા ના તાજપર ની સોનલબેન વીરાભાઈ વાધેલા જાતે દે પૂ હોવા નું જાહેર કરતા મૃતક નો ભાઈ ભરતભાઇ વિરાભાઈ એ ઓળખી બતાવેલ મૃતક મહિલા તા૧૦/૧૦/૨૦૧૯ ના સવાર ના ૮-૦૦ કલાકે ઘેર થી નીકળી હતી સામે મોડી રાત્રી ૧૧-૩૦ કલાકે દામનગર થી લાઠી તરફ જતા સ્ટેટ ના મુખ્ય માર્ગ મેથળી પાટિયા પાસે માથા ના ભાગે મોટી ઇજા અને નાક માં થી લોહી નીકળતી મૃત હાલત માં મળી આવેલ આ અંગે દામનગર પોલીસ તપાસ ચલાવી રહી છે મૃતક મહિલા નું મૃત્યુ થવા નું કારણ હત્યા આત્મ હત્યા કે અકસ્માત ? તેની તપાસ માટે સ્થાનિક પોલીસે મોબાઈલ ફોન અને અન્ય એગલ અને એફ એસ એલ વિશેરા સ્ટેસ્ટ સહિત ની મદદ લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
















