મોદીએ મમલ્લાપુરમ દરિયાઇ કાઠે સાફ સફાઇ કામગીરી કરી

367

સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે પોતે આમાં યોગદાન આપતા નજરે પડ્યા હતા. પોતાના મમલ્લાપુરમ પ્રવાસ દરમિયાન મોદીએ આજે સવારે દરિયાકાઠા પર સ્વચ્છા પ્રક્રિયા હાથ ધરી હતી. મોદીએ આને લઇને વિડિયો પણ જારી કર્યો છે. વિડિયોમાં મોદી દરિયા કિનારે કચરાને લઇને સ્વચ્છતા કાર્યક્રમમાં  ભાગ તેના નજરે પડ્યા હતા. વિડિયોની સાથે મોદીએ લખ્યુ છે કે આજે સવારે તેઓ મમલ્લાપુરમ ખાતે બીચ પર સાફ સફાઇ કરવા માટે પહોંચ્યા હતા. આ કામ આશરે અડધા કલાક સુધી કર્યુ હતુ. પોતાના તરફથી એકત્રિત કરવામાં આવેલા કચરાને તેઓએ જયરાજને આપી દીધો છે. જે હોટેલ સ્ટાફનો હિસ્સો છે. મોદીએ આગળ લખ્યુ છે કે હવે આ બાબતની ખાતરી કરવાની જરૂર છે કે અમારા જાહેર સ્થળો વધારે સ્વચ્છ રહી શકે. મોદી હાલમાં ચીની પ્રમુખ શી ઝિનપિંગની ભારત યાત્રાના ભાગરૂપે ચેન્નાઇ પહોંચેલા છે. જ્યા તેમની સાથે વાતચીત ચાલી રહી છે. વુહાનમાં વાતચીતની પ્રક્રિયા શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચે આ બીજી અનૌપચારિક બેઠક મહાબલીપુરમ ખાતે યોજાઈ છે.

શી જિનપિંગ અને અન્યોનું સ્વાગત ભવ્યરીતે કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર દ્વારા શીના આગમન પહેલા જ મોદી મહાબલીપુરમ પહોંચી ગયા હતા અને અર્જુનના પુજા સ્થળ ખાતે ચીની નેતાનું સ્વાગત કર્યું હતું. મોદીએ ઐતિહાસિક સ્થળો અંગે ચીની નેતાને મહત્વની માહિતી આપી હતી. શી જિનપિંગના સ્વાગત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આવતીકાલે વાતચીતની શરૂઆત થશે ત્યારે વિશ્વની નજર કેન્દ્રિત રહેશે. બંને નેતાઓએ કૃષ્ણા બટર બોલનું ભ્રમણ કર્યું હતું. ૨૫૦ ટન વજન ધરાવનાર આ કુદરતી ચટ્ટાન પ્રવાસીઓ માટે ખુબ લોકપ્રિય છે. આ ચટ્ટાન અંગે કહેવામાં આવે છે કે, ૧૨૦૦ વર્ષથી આ ચટ્ટાન એક જ જગ્યાએ છે.

Previous articleઝિગપિંગે કાશ્મીર મુદ્દે એક પણ વખત કોઈ ચર્ચા ન કરી
Next article૧૦૮ કિલોનો શાનદાર લેંપ, શિલ્ક શોલ સુપરત