મલાઇકાના હોટ ફોટાઓને જોઇ ચાહકો ફરી રોમાંચિત

472

આ બાબતને લઇને કોઇ શંકા નથી કે મલાઇકા અરોરા  બોલિવુડમાં હોટ સ્ટાર પૈકી એક છે. ૪૫ વર્ષની વયમાં પણ તે જે રીતે ફિટ અને સેક્સી બોલ્ડ દેખાય છે તેના કારણે તમામ ચાહકોએ પણ પ્રતિક્રિયા આપી છે. દરેક વખતે મલાઇકા વધુને વધુ ગ્લેમર રોલમાં નજરે પડે છે. તે હાલમાં જેટલી ગ્લેમર દેખાય છે તેટલી અન્ય અભિનેત્રી પણ દેખાઇ રહી નથી. તે ટોપ સ્ટારને પણ ટક્કર આપી રહી છે. મલાઇકા અરોરાએ હવે બ્લેક ડ્રેસમાં ખુબ  હોટ નજરે પડી રહી છે. તેના નવા ફોટાની ચારેબાજુ ચર્ચા છે.  હવે મલાઇકા અરોરા દ્વારા ઇસ્ટાગ્રામ પર ફોટોશુટના ગાળા દરમિયાન પોતાના હોટ ફોટો શુટ શેયર કરીને તમામને ચોંકાવી દેવામાં આવ્યા છે.  જેના મામલે તેના બોયફ્રેન્ડ અને અભિનેતા અર્જુન કપુરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.મલાઇકાના ફોટોશુટ પર અર્જુન કપુરે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે મલાઇકા જોરદાર નજરે પડી રહી છે.  મલાઇકા અને અર્જુન કપુર છેલ્લા કેટલાક સમયથી એક બીજા સાથે  પ્રેમમાં છે. જો કે બંને આને લઇને ક્યારેય કોઇ જાહેરાત કરી રહ્યા નથી. થોડાક દિવસ પહેલા મલાઇકા અને તેમના પુત્રની સાથે અર્જુન કપુર લંચ ડેટ પર પહોંચી ગયો હતો. ત્યારબાદથી એમ માનવામાં આવે છે કે અર્જુન કપુરને લઇને મલાઇકા ખુબ ગંભીર છે. જેથી પોતાના પુત્રની સાથે પણ અર્જુન કપુરની મિત્રતા વધારી દેવા માટે ઇચ્છુક છે. મલાઇકા અને અર્જુન કપુર પણ જ્યા પહેલા મિડિયા પર સાથે દેખાતા ન હતા. હવે બંને સાથે નજરે પડવા લાગી ગયા છે. હાલમાં બંને સાથે પાર્ટી ઇવેન્ટ, ડિનર પર સાથે નજરે પડી રહ્યા છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન પહેલાની પાર્ટીમાં બંને સાથે નજરે પડ્યા હતા. મલાઇકા બોલિવડમાં સૌથી સેક્સી સ્ટાર તરીકે વર્ષોથી રહી છે.  ફિટનેસ અને સેક્સી છાપના કારણે ચાહકોની સંખ્યા વધુ છે

Previous articleમાર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના રસ્તાઓના રીપેરીંગ કામગીરી શરૂ કરાઈ
Next articleબોલિવુડમાં ફિટ છે કે કેમ તેને લઇને ચિંતા કરતી નથી : કલ્કી