ભાવનગર ૧૦૮ ટીમે વિશ્વભરમાં ઇમરજન્સી વર્કસમાં વાયરલ થયેલ ટેટ્રિસ ચેલેન્જ સ્વીકારી

715

વિશ્વભરમાં વાયરલ થયેલી “ટેટ્રિસ ચેલેન્જ”ને સ્વીકારીને ભાવનગર ૧૦૮ ટીમે કોઈ પણ પ્રકારની કટોકટીમાં હરહમેંશ તૈયાર હોવાનું જણાવ્યું હતું. ભાવનગર ૧૦૮ ટીમે આ તકે ૧૦૮ એમ્બ્યુલન્સમાં વપરાતા તમામ ઇક્વિપમેન્ટસ સાથેનો “ટેટ્રિસ ચેલેન્જ” પોઝ આપ્યો હતો.અને લોકોને એ વિશે માહિતગાર કર્યા હતા.

ભાવનગર જિલ્લામાં ૧૦૮ની અલગ અલગ ૨૩ ટીમ હાલ કાર્યરત છે, જેની ઇમરજન્સી કામગીરી પ્રશંસનીય રહી છે. ભાવનગર ૧૦૮ની ટીમ છેવાડાના ગામડાઓ સહિત જિલ્લામાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી અને મુશ્કેલ પડકારને પહોંચી વળવા તૈયાર રહી છે. આપાતકાલીન પરિસ્થિતિઓમાં સેવા આપતી વિવિધ સરકારી કે બિન સરકારી એજન્સીમાં હાલ “ટેટ્રિસ ચેલેન્જ” ખૂબ વાયરલ થઈ છે. જેમાં તેઓ તેમના વાહનની બહાર તમામ ઈકવિપમેન્ટસ જમીન પર ગોઠવીને પોઝ આપે છે. આ ચેલેન્જની શરૂઆત ઝ્યુરિક પોલીસે કરી હતી. તેમના બે પોલીસ જવાનોને ઈકવિપમેન્ટ સાથે ગોઠવાયેલા હોવાની તસવીરો ફેસબુક પર પોસ્ટ કર્યા પછી દુનિયાભરની વિવિધ ઇમરજન્સી ટીમ પણ ટેટ્રિસ ચેલેન્જ માટે તૈયાર થઈ હતી અને તસવીરો ઈન્ટરનેટ પર છવાઈ હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપોકેટ કોપ એપ્લીકેશનની મદદથી ચોરીના બે મોટર સાયકલ સાથે બે ઈસમો ઝડપાયા