ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વાર્ષિકોત્સવ યોજાયો

109

ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે યોજાયેલા વાર્ષિકોત્સવ પ્રસંગે લોકવૈજ્ઞાનિક અને આ સંસ્થાના વડા અરુણભાઈ દવેએ લોકશાળાના શિક્ષણ મૂલ્ય તરીકે હૃદય અને મગજની લડાઈના ચાલતા આ યુગમાં હૃદયને પ્રાધાન્ય આપજો તેમ શીખ આપી.કોરોના પરિસ્થિતિ માર્ગદર્શિકા સાથે ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ કાર્યકરો અને વિદ્યાર્થીઓના સંકલન સાથે યોજાયો જેમાં મુખ્ય ઉદબોધન લોકવૈજ્ઞાનિક અને આ સંસ્થાના વડા માર્ગદર્શક અરુણભાઈ દવેએ અહીંયા ક્રમશઃ વધી રહેલી સુવિધાઓનો આણંદ વ્યક્ત કરી ભૌતિક સુવિધાઓ સાથે સંસ્થાના મૂલ્ય સાતત્યનો ઉલ્લેખ કર્યો. લોકશાળાના શિક્ષણ મૂલ્ય તરીકે હૃદય અને મગજની લડાઈના ચાલતા આ યુગમાં હૃદયને પ્રાધાન્ય આપજો તેમ શિખ આપી ઈશ્વર તત્વમાં શ્રદ્ધા રાખવા અનૂરોધ કર્યો. તેઓએ આ માટે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ નઈ તાલીમ જ કેન્દ્રસ્થાને રહ્યાનો ઉલ્લેખ કર્યો.રાષ્ટ્રીય વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતેના આ વાર્ષિકોત્સવમાં નિયામક સુરશંગભાઈ ચૌહાણે બે વર્ષના અહેવાલ આપતા વિવિધ આયોજનો અને મળેલી સિદ્ધિઓ રજૂ કરી હતી, આ પ્રસંગે સંસ્થા પરિવારના કાર્યકર્તા અગ્રણીઓ લાલજીભાઈ નાકરાણી, રામચંદ્રભાઈ પંચોલી તથા હસમુખભાઈ દેવમુરારીએ પ્રાસંગિક વાતો કરી હતી.આ પ્રસંગે આચાર્ય વાઘજીભાઈ કરમટિયાએ આવકાર ઉદબોધન સાથે લોકશાળા નવા આયામો સાથે તાલ મિલાવી રહ્યાનું જણાવ્યું હતું, વાર્ષિકોત્સવ પ્રસંગે આવેલ સંદેશાનું વાંચન આચાર્ય ડાયાભાઈ ડાંગરે કર્યું. કાર્યક્રમ આભાર વિધિ રાજુભાઈ વાળાએ કરી. સંચાલનમાં નરેન્દ્રભાઈ મકવાણા રહ્યા હતા. વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થામાં આકર્ષક સુશોભન કરાયું હતું, પ્રવિણભાઈ મહેતા, ફાઝલભાઈ ચૌહાણ, કાંતિભાઈ ગોઠી સહિત પ્રાધ્યાપક અગ્રણીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

Previous articleતૈયાર ચિકી અને વિવિધ પાકના વધતા ચલણને કારણે શિંગ-દાળીયા-મમરાના લાડવાનું વેચાણ
Next articleરાજ્યભરમાં આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે, કચ્છમાં બે દિવસ યલો એલર્ટ