કચ્છના નારણસરી ખાતે વિષ્ણુબાપુના વ્યાસાસને દેવી ભાગવત કથાનું આયોજન

453

આગામી ભાઈબીજથી મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીદ દેવી ભાગવત કથાનું  કચ્છ જિલ્લાના નારણસરી (તા. ભચાઉ) ખાતે આયોજન કરવામાં આવ્યું છે. મોમાઈ માતાજીના સાનિધ્યમાં યોજાનાર આ કથાનું રસપાન સંગીતમય શૈલી સાથે ખાખરીયાવાળા પૂ. વિષ્ણુ બાપુ દાણીધારિયા કરાવશે.  નવ દિવસીય આ જ્ઞાનયજ્ઞ દરમિયાન રામજન્મોત્સવ, કૃષ્ણજન્મોત્સવ, નવરાત્રી વ્રત મહિમા, તુલસી વિવાહ, નવચંડી યજ્ઞ જેવા પ્રસંગો ભાવભેર ઉજવવાનું પણ આયોજન થયું છે. નારણસરી બજરંગબલી પટેલ મિત્ર મંડળ, મુંબઈ તેમજ નારણસરી લેઉઆ પાટીદાર સમાજ દ્વારા આયોજીત આ દેવી ભાગવત કથાનો વિરામ તા. ૬-૧૧-ર૦૧૯ને બુધવારે થશે.

Previous articleપિતાને ફરીથી સીએમ બનાવવા કેજરીવાલની દીકરીએ નોકરીમાંથી ૫ મહિનાની રજા લીધી
Next articleગરબા સ્પર્ધા વિજેતા થનાર ખેલાડી શિલ્ડ એનાયત