ગારિયાધાર મેમલ જ્ઞાતિ દ્વારા સર્વજ્ઞાતિનો સરકારી કાર્ડના વેરીફિકેશન કાર્યક્રમ યોજાયો

477

ગારિયાધાર વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન પ્રેરીત યુથવિંગ દ્વારા સર્વજ્ઞાતિ માટે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, માં અમૃતમ અને આયુષ્યમાન કાર્ડ વગેરે સરકારી યોજનાના કાર્ડનો વેરીફિકેશન કાર્યક્રમ યોજાયો હતો.

જે કાર્યક્રમ ધાંચી જમાત હોલ ખાતે યોજાયો હતો. જેમાં સર્વજ્ઞાતિના લોકોએ બહોળી સંખ્યામાં  લાભ લીધો હતો. જે કાર્યક્રમને સફળ બનાવવા મેમણ જ્ઞાતિના ઈમરાનભાઈ (જે.કે) કાસમાણી, ઈરફાનભાઈ પરાદીયા અને ઈમરાનભાઈ ધ્રુજ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleગારિયધારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી એલસીબી
Next articleવલભીપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચો દ્વારા ઉગ્ર રોષ સાથે રજુઆત