EPFO મેમ્બરને ૬૦ વર્ષ બાદ પેન્શન ઉપાડવાનો વિકલ્પ અપાશે

342

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) હાલમાં ૫૮ વર્ષના બદલે ૬૦ વર્ષની વયમાં એક વખતે પ્રવેશ કર્યા બાદ તેમના પેન્શનને ઉપાડવાની શરૂઆત કરવા માટેનો વિકલ્પ સભ્યોને આપવાની તૈયારીમાં છે. ઇપીએફઓના સભ્યોને ૬૦ વર્ષ બાદ પેન્શન ઉપાડવા માટે ટૂંકમાં જ વિકલ્પ મળી જશે. આને લઇને દરખાસ્ત પણ તૈયાર કરી લેવામાં આવી છે. ઇપીએફઓ દ્વારા પેન્શનપાત્ર વયને ૫૮થી વધારીને ૬૦ વર્ષ કરવા માટેની તૈયારી કરી છે. સીબીટી સમક્ષ આ દરખાસ્તને રજૂ કરવામાં આવનાર છે. જો મંજુર કરવામાં આવશે તો લાભ મેળવનાર લોકોને વધારે મોટી મદદ મળશે. બીજી બાજુ પેન્શન ફંડ ડેફિસિટના આંકડાને ૩૦૦૦૦ કરોડ સુધી લઇ જવામાં આવનાર છે. આ સ્કીમ હેઠળ ૬૦ લાખ લોકોને સીધો ફાયદો થનાર છે. હાલમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના  કોર્પસ ઓફ પેન્શન ફંડની સ્થિતિ છે. એમ્પ્લોઇઝ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સભ્યોને મોટા વિકલ્પ તરીકે રાહત આપનાર છે. નિવૃત્તિ માટેની વયને વધારવામાં આવનાર છે. નિવૃત્તિ માટેની વયને સ્કીમ હેઠળ પેન્શન ઉપાડવા માટે વધારી દેવાથી વધારે વિકલ્પો ઉપલબ્ધ થશે. ઇપીએફઓ દ્વારા વધારાના બોનસ જેવા અન્ય ઇન્સેન્ટીવ પણ આપવામાં આવનાર છે. ૬૦ વર્ષની વયમાં તેમના પેન્શનને ઉપાડવા માટે સહમત થનાર લોકોને વધારાના બોનસની સુવિધા આપવામાં આવશે. ડેફિસિટમાં કાપ મુકવાના હેતુસર આ લાભ આપવામાં આવનાર છે. જાણકાર લોકોએ માહિતી આપતા કહ્યું છે કે, નિવૃત્તિ માટેની વય હાલમાં ૫૮ વર્ષની છે જેને હવે ૬૦ વર્ષ કરવામાં આવનાર છે. કારણ કે, વિશ્વભરમાં મોટાભાગના પેન્શન ફંડ ૬૫ વર્ષની વય બાદ જ પેન્શન આપે છે. ઇપીએફ એક્ટ ૧૯૫૨માં કરવામાં આવેલા સુધારામાં નિવૃત્ત ફંડ મેનેજરે કહ્યું છે કે ઇપીએફઓ આને લઇને સ્પષ્ટ મત ધરાવે છે. તેનો મત છે કે, પેન્શનપાત્ર વય સરકારની પેન્શન સ્કીમ સાથે સંલગ્ન રહે તે જરૂરી છે. નેશનલ પેન્શન સ્કીમમાં નિવૃત્તિ માટેની વય ૬૦ વર્ષ રાખવામાં આવી છે. સરકારી અધિકારીએ કહ્યું છે કે, ૬૦ વર્ષના ગાળા બાદ પેન્શન ઉપાડવા વિકલ્પો આપવાને લઇને દરખાસ્ત આગામી મિટિંગમાં ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી સમક્ષ રજૂ કરવામાં આવશે આ મિટિંગ નવેમ્બર મહિનામાં મળશે. સીબીટી દ્વારા આ દરખાસ્તને મંજુરી મળ્યા બાદ દરખાસ્તને મંજુરી માટે કેબિનેટ સમક્ષ મોકલવામાં આવશે. નામ જાહેર નહીં કરવાની શરતે શ્રમ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ આ મુજબની માહિતી આપી છે. ઇપીએફઓના કહેવા મુજબ વય મર્યાદામાં વધારો કરવાનો હેતુ પેન્શન ફંડના ડેફિસિટના આંકડાને ૩૦૦૦૦ કરોડ રૂપિયા સુધી ઘટાડી દેવાનો રહેલો છે. એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ ૧૯૯૫ મુજબ એક કંપની કર્મચારીના પગાર પૈકી ૮.૩૩ ટકાનું યોગદાન પેન્શનમાં આપે છે. પેન્શનપાત્ર પગાર ૧૫૦૦૦ પર આ યોગદાન હોય છે.

Previous articleફોટો વાયરલ કરવાની ધમકીએ પૂર્વ સરપંચે અપંગ યુવતી પર દુષ્કર્મ આચર્યું
Next articleડોક્ટરે ફોન પર નર્સને ઈન્જેક્શન આપવાની સલાહ આપી, યુવતીનો જીવ જતા હોબાળો