આફ્રિકા વિરૂદ્ધ વિરાટ કોહલી સૌથી સફળ કેપ્ટન બની ગયો

640

ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી ૩-૦થી જીતી લીધી છે. પ્રથમ વખત આવું બન્યું છે જ્યારે ભારતે દક્ષિણ આફ્રિકા પર ક્લિનસ્વીપ કરવામાં સફળતા મેળવી છે. દરેક ક્ષેત્રમાં ભારતે દક્ષિણ આફ્રિકા પર જીત મેળવી હતી. રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે કુલ ૩૯ ટેસ્ટ મેચો રમી છે જે પૈકી ભારતે ૧૪ અને આફ્રિકાએ ૧૫ ટેસ્ટ મેચો જીતી છે. રોચક બાબત એ છે કે, આ ૧૪ ટેસ્ટ મૈચો પૈકી સાત ટેસ્ટ મેચ ભારતે વિરાટ કોહલીના નેતૃત્વમાં જીતી છે જ્યારે અન્ય કેપ્ટનોના નેતૃત્વમાં ભારતે અન્ય સાત ટેસ્ટ મેચો જીતી છે. આનો મતલબ એ થયો કે, વિરાટ કોહલી આફ્રિકાની સામે સૌથી સફળ કેપ્ટન ભારતનો બની ગયો છે. ભારતે કોહલીના નેતૃત્વમાં ૧૦ ટેસ્ટ મેચો રમી છે જે પૈકી સાતમાં જીત મળી છે. એટલે કે તેની જીતની ટકાવારી ૭૦ ટકા રહી છે.

કમાલની વાત એ છે કે, સાઉથ આફ્રિકાની સામે કેપ્ટનશીપ કરનાર બાકી તમામ ભારતીય કેપ્ટનોએ કુલ ૨૯ ટેસ્ટમાંથી સાત ટેસ્ટ મેચો જીતી છે. ભારત તરફથી અઝહરુદ્દીને આફ્રિકા સામે ચાર ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી છે જેમાં એક મેચમાં હાર અને ત્રણ મેચમાં ડ્રો થઇ છે.

સચિનના નેતૃત્વમાં ભારતે આઠ ટેસ્ટ મેચો રમી છે જે પૈકી બેમાં જીત અને પાંચમાં હાર થઇ છે. એક ટેસ્ટ મેચ ડ્રો થઇ છે. ગાંગુલીના નેતૃત્વમાં ભારતે ચાર ટેસ્ટ મેચો રમી છે જે પૈકી એકમાં જીત થઇ છે. રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ત્રણ મેચો રમી છે જે પૈકી એકમાં જીત થઇ છે. ધોનીના નેતૃત્વમાં ભારતે આઠ મેચો રમી છે જે પૈકી ત્રણમાં જીત મેળવી છે અને ત્રણમાં હારનો સામનો કર્યો છે. કોહલી સ્મિથથી પણ આગળ નિકળી ગયો છે.

કોહલીની કેપ્ટનશીપમાં આફ્રિકા પર આ સાતમી જીત હતી. સ્મિથના નેતૃત્વમાં આફ્રિકાએ ભારતની સામે ૧૫ ટેસ્ટ મેચો પૈકી છમાં જીત મેળવી હતી. સિરિઝમાં ભારતીય ટીમનો દેખાવ ખુબ ધરખમ રહ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૦૩ રને જીતી હતી જ્યારે બીજી ટેસ્ટ મેચ ઇનિંગ્સ અને ૧૩૭ રને જીતી હતી. ત્રીજી ટેસ્ટ મેચ ઇનિંગ્સ અને ૨૦૩ રને જીતી છે.

Previous articleટેસ્ટમાં ઓપનિંગ કરવાની તક આપવા બદલ કોહલી-શાસ્ત્રીનો આભાર : રોહિત શર્મા
Next articleબાંગ્લાદેશ સામેની સીરિઝ શિડ્યુલ પ્રમાણે આગળ વધશે : સૌરવ ગાંગુલી