ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ દ્વારા વિજ્ઞાન વિસ્તરણ કાર્યક્રમ યોજાયો

451

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ વિજ્ઞાન ભરતી ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન વિસ્તરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક એવી સાયન્સ પ્રવૃત્તિ છે કે ભારત સરકારની વિવિધ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ શહેરોમાં હાથ ધરવામાં આવે છે આ તમામ પ્રવૃત્તિઓની ઉદેશ તા.૫ થી ૮ નવેમ્બર ૨૦૧૯ના રોજ કલકતા ખાતે યોજાનાર પાંચમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલને લોકપ્રિય બનવાનો તથા જાગૃતિ કેળવવાનો છે. આ મુખ્ય પર્વની આ વર્ષની થીમ રાઈસન ઈન્ડિયા છે. જેન મુખ્ય હેતુ સંશોધન, નવીનતા અને સશક્તિકરણ રાષ્ટ્ર નિર્માણ કરવાનો છે. ૈૈંંજીહ્લ-૨૦૧૯એ તકનીકી ક્ષેત્રે ભારતની સિદ્ધિઓને ઉજવણી માટે વિદ્યાર્થીઓ, સંશોધનકારો, ઈનોવેટર્સ, કલાકારો અને સામાન્ય લોકોને એક સાથે લાવવાનું દેશનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. આ કાર્યક્રમમાં સમગ્ર શહેરની વિવિધ શાળાઓ જેવી કે દક્ષિણામૂ?ત, ઘરશાળા, અમરજયોત અને મ્યુનિસિપલ શાળામાંથી ૧૬૦થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.બી.ગાંગુલીના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો ઉદેશ માત્ર યુવા વર્ગને સાયન્સમાં આકર્ષવાનો નથી પણ સાથે સાથે આ સંસ્થામાં થતા કાર્યો. ભવિષ્યનું ઘડતર વિજ્ઞાનનું મહત્વ પ્રયોગશાળાની કાર્યપદ્ધતિથી વિદ્યાર્થીને પરિચિત કરાવવાનો હતો. મેમ્બ્રેન ગ્રુપના વૈજ્ઞાનિક ભૌમિક સુતરીયાએ પાણીના શુધ્ધિકરણ માટેની વિવિધ પદ્ધતિઓ જેવીકે આરો, અન્ટ્રાફિન્ટ્રેશન,નેનોફિલ્ટ્રેશન, માઈકોફીલ્ટરેશન અને હોલોફાઈબર વિશેની રસપ્રદ માહિતી આપી. ઉપરાંત એપ્લાઈડ ફાઈકોલોજી એન્ડ બીઓટયનોલોજી ગ્રુપના વૈજ્ઞાનિક ડો.દિનેશકુમાર એ દરિયાઈ વનસ્પતિનું એન્ડ સુક્ષ્મા શેવાળનું વાવેતર કઈ રીતે કરવું જોઈએ વિશેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં એક સાયન્સ સ્પર્ધા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.કેતન પટેલ અને ભૌમિક સુતારીયાએ સાયન્સ પ્રતિયોગિતામાં વિદ્યાર્થીઓમાં સાયન્સ પ્રત્યેનો અભિગમ વિકસાવવા જુદા જુદા પ્રકારના વિજ્ઞાનને લગતા પ્રશ્?ો પૂછીને વિદ્યાર્થીઓને ઉત્સાહ વપાર્યો હતો. અને આ પ્રતિયોગિતામાં ૧૬૦ થી વધુ વિદ્યાર્થીઓ શહેરની જુદી જુદી શાળાઓમાંથી ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતામાં વિજેતા વિદ્યાર્થીઓને પુરષ્કાર આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleમેમન સમાજના ઉદ્યોગપતિ પર હુમલાની ઘટનાને વખોડતા કોંગ્રેસના મનહર પટેલ