અપહરણના ગૂન્હામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી

297

એલ.સી.બી. સ્ટાફનાં માણસો  અલંગ પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અલંગ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૪૩/૨૦૧૦ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી મુકેશભાઇ વિઠ્ઠલભાઇ પ્રજાપતિ રહે.સુભાષનગર, ભાવનગર વાળો સફેદ કલરનો જેમાં ભુરી ફુલ ડિઝાઇન વાળો શર્ટ તથા ભુરા કલરનુ પેન્ટ પહેરીને ત્રાપજ બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. જે હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામઠામ પુછતા મુકેશભાઇ વિઠ્ઠલભાઇ ઝાંઝામેરા જાતે પ્રજાપતિ ઉ.વ.૩૨ ધંધો હિરાઘસુ રહે.સુભાષનગર, ભાવનગર હાલ મકાન નં.૪૪, વિક્રમનગર, સીતાનગર ચોકડી, પુણાગામ સુરત વાળો હોવાનુ જણાવેલ અને વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે અલંગ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૪૩/૨૦૧૦ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ વિ. મુજબનો ગુન્હો નોધાયેલ હોય મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧)(આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અલંગ પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.