દિવાળી પર્વ નિમિત્તે વિદેશી દારૂ રસીયાઓનો તહેવાર બગાડતી LCB

398

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આગામી દિવાળીના તહેવારો શરૂ થતા હોય તે તહેવારો શાન્ત પુર્ણ ઉજવાય તે રીતે ભાવનગર જીલ્લા પંથકમાં દેશી દારૂ તથા વિદેશી દારૂની બદી નેસ નાબુદ કરવા માટે સખ્ત સુચના કરેલ

જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી. એસ.એન.બારોટ  તથા સ્ટાફના  માણસો ભાવનગર શહરે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે મોખડાજી સર્કલ પાસે આવતા અંગત બાતમીદાર મારફતે એવી હકિકત મળેલ કે ઘોઘા સર્કલ ટી.વી. કેન્દ્ર શ્રમજીવી અખાડા પ્લોટ નં-૧૩૭૪ ભાવનગરમાં રહેતા પરેશભાઇ નાનજીભાઇ ઉર્ફે નાનુભાઇ ગોહેલ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી હકિકત મળતા જે હકિકત આઘારે તુરતજ બાતમી વાળી જગ્યા રેઇડ કરતા રેઇડ દરમ્યાન પરેશભાઇ નાનજીભાઇ ઉર્ફે નાનુભાઇ ગોહેલ હાજર મળી આવેલ નહી તેના રહેણાક મકાનની ઝડતી તપાસ કરતા રહેણાક મકાન માંથી  ભારતીય બનાવટનો ઓફિસર ચોઇસ  વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની બોટલ નંગ-૬૩૬  કિ.રૂ. ૧,૯૦,૮૦૦/- નો મળી આવતા મજકુર વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ એ.ઇ, ૧૧૬(બી), મુજબનો ગુન્હો ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવેલ છે.