અલંગમાં વાવાઝોડામાં અસરગ્રસ્તોને રેડક્રોસ દ્વારા રાહત કીટનું વિતરણ

211

હાલમાં વાવાઝોડા અસર ના કારણે અલંગ ખાતે રહેતા વર્કરોના ઝૂંપડાઓ અને કાચા મકાનોને ભારે નુકશાન થયું હતું ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ૧૯૮૩ થી અલંગ માં આરોગ્ય સેવાઓ અને અન્ય સામાજિક સેવાઓ કરતું હોય જેના ભાગરૂપે રેડક્રોસ દ્વારા વાવાઝોડામાં દ્વારા શરૂ કરાયેલ શેલ્ટરમાં મેડિકલ સહાય, ભોજન નાસ્તાની વ્યવસ્થા અને રેડક્રોસની બન્ને હોસ્પિટલમાં પણ મજૂરોને રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવી હતી. વાવાઝોડા બાદના તુરંત દિવસથી થયેલ નુકશાનીનો સર્વે હાથ ધરીને રેડક્રોસની ટિમ દ્વારા અહેવાલ તૈયાર કરી સોંપી આપેલ.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખામાંથી આવેલ રાહત સામગ્રી કે જેમાં વાસણોની કીટ, હાઇજિન કીટ, અને તાલપતરી અને જરૂરી મેડિસિન કીટ તૈયાર કરી ને અલંગના ૯૦ જેટલા અસરગ્રસ્ત ઝુંપડાઓ અને પરિવારો ને રાહત સામગ્રીનું વિતરણ કરવા માં આવેલ.
જેના પ્રારંભિક કાર્યની શરૂઆત કરાવવા માટે જી.એમ.બી ના પોર્ટ ઓફિસર અલંગ રાકેશ મિશ્રા, શિપ રિસાયકલિંગ એશો. ના પ્રમુખ વિષ્નુકુમાર ગુપ્તા, મંત્રી હરેશભાઈ પરમાર, જી.એમ.બી સેફટી ઓફિસર જીજ્ઞેશભાઈ પટેલ , રેડકક્રોસ રાજ્ય શાખાના વાઇસ ચેરમેન સુમિતભાઈ ઠક્કર, રેડક્રોસ ભાવનગરના ચેરમેન ડો.મિલનભાઈ દવે, મંત્રી વર્ષાબેન લાલાણી, કાર્તિકભાઈ દવે, તેમજ રેડક્રોસ હોસ્પિટલ ના ઈ. સુપ્રિટેન્ડેન્ટ ડો. દિપક જોશી, ડો.એમ.એલ.અગ્રાવત સહિતના હસ્તે કીટનું વિતરણ કરાયેલ.
રેડક્રોસ દ્વારા અગાઉ વાયુ વાવાઝોડા અને દરેક કુદરતી આફતો સમયે અને કોરોના મહામારીના સમયમાં પણ અલંગના મજૂરોના સ્વાસ્થ્ય અને અન્ય રાહત સામગ્રી નું વિતરણ કરવા માં આવેલ.

Previous articleભાવનગર-તળાજા હાઈવે પર મામસા નજીક એમ્બ્યુલન્સ તથા કાર વચ્ચે અકસ્માત
Next articleવર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો બીન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકેની નિમણૂંકનો કાર્યક્રમ