દિવાળીના તહેવારને લઈ એસ.ટી. દ્વારા વધારાની ૮૦ બસો ફાળવાશે

245

આગામી દિવાળીના તહેવારોને લઈને એસ.ટી. વિભાગ દ્વારા પોતાના વતન પ્રવાસ કરતા હોય તે માટે ખાસ સુવિધા આપવામાં આવી છે. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર દ્વારા ર૩ થી ર૭ સુધી ૮ ડેપો ખાતે વધારીની બસો મુકવામાં આવી છે.

ભાવનગર અને બોટાદ જિલ્લલાના મહત્તમ રત્નકલાકારો સુરત તથા આસપાસના વીસ્તારોમાંથી પોતાના વતન પરત લઈ જવા માટે ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા તા. ર૩ થી ર૭ સુધીમાં  કુલ ૮૦ બસો સુરત મોકલવામાં આવશે.

હાલ ભાવનગર ડેપોને ૧ર, મહુવા કેન્દ્રની ર તથા તળાજા  કેન્દદ્રની ર તેમ ૧૬ બસોનું બુકીંગ હાલ  થઈ ગયેલ છે. વધુમાં જાણકારી આપી હતી કે જો કોઈ સમુહ/ગૃપમાં એકી સાથે પ૦ જેટલા મુસાફરો બુકીંગ કરાવે તો તેના વિસ્તાર, ફળીયા, શેરીમાં બસોની ફાળવણી કરવામાં આવશે. તહેવારોના સમયગાળા દરમ્યાન હાલ અત્યારે અમદાવાદ, રાજકોટ, દાહોદ, છોટાઉદપુર તરફ બસોનું ૮૦ ટકા જેટલું રિઝવેશન થઈ ગયું છે. મુસાફરોની માંગને અને દિવાળીના તહેવારો નિમિત્તે જે મુસાફરોનો ધસારોને ધ્યાનમાં લઈને હેડ કવાર્ટર ડેપો ખાતે પ બસો તથા અન્ય ડેપો ખાતે પ્રતિ ર બસો સ્ટેન્ડબાય રાખવામાં આવશે. તેમ વિભાગીય નિયામક પી.એમ.પટેલ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું.