નિવૃત્ત થતા અધિકારી, કર્મચારીઓનો વિદાય તથા દિપાવલી નિમિત્તે સ્નહેમિલન સમારોહનું આરાધના હોટેલ, ભાવનગર ખાતે યોજાયો

705

ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને નિવૃત થતા અધિકારી, કર્મચારીઓનો વિદાય સમારંભ અને સાથે સાથે દીપાવલી નિમિતે સ્નેહમિલન સમારોહ આરાધના હોટેલ, ભાવનગર ખાતે યોજાયો.

એમાં નિવૃત થતા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દિલાવરસિંહ ઝાલા, વિસ્તરણ અધિકારી (પંચાયત) મહેન્દ્રસિંહ ચુડાસમા અને  ડ્રાઈવર ખાનભાઈ સેવા નિવૃત થતા તેમના સન્માનમાં  વિદાય સમારંભ યોજવામાં આવ્યો. આ સાથે છેલ્લા એક મહિના માં તાલુકા ફેરબદલી અને બઢતીથી બદલી થનાર કર્મચારીઓ નો શુભેચ્છા કાર્યક્રમ ગોઠવવા માં આવ્યો. એમ તાલુકામાંથી વિદાય થઈ રહેલા કુલ નવ કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું, પ્રમુખશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા એમને પ્રશસ્તિ પત્ર પાઠવવા માં આવ્યા.

જેમાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા ઉપરાંત મામલતદાર કિશોરભાઈ નારીયા, પૂર્વ તાલુકા વિકાસ અધિકારી પ્રદીપસિંહ વાળા, કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત સદશ્ય સુરજીતસિંહ ગોહિલ, તાલુકા શિક્ષણ અધિકારી ડી.કે.ઉપાધ્યાય, પશુ ડૉક્ટર સુદાનીસાહેબ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ, કારોબારી સમિતિના ચેરમેન વનરાજસિંહ ગોહિલ, ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા, પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ, પૂર્વ ચેરમેન વિરભદ્રસિંહ ગોહિલ, સહિત તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ, ચંદુભા ગોહિલ, ડાયાભાઇ બથવાર,  દક્ષાબેન ડાભી, નાથાભાઇ દિહોરા, રધાભાઈ, રામદેવસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ ગોહિલ, નરેન્દ્રભાઈ ગોહિલ, સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામસેવકો, તાલુકા પંચાયત સ્ટાફ ઉપસ્થિત રહયા.

આવા વિવિધ પ્રતિભા ધરાવતા કર્મચારીઓ ની વિદાય થી સમગ્ર સ્ટાફ, અધિકારો, પદાધિકારીઓ, કર્મચારીઓ લાગણીશીલ થઈ ગયા હતા, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રીઓ, તાલુકા પંચાયત સદશયઓ, સરપંચઓ અને સ્ટાફ દ્વારા વિદાય થતા અધિકારીઓનું અલગ અલગ રીતે, પ્રમાણપત્ર, મોમેન્ટો, સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ તાલુકા પંચાયત ના છેલ્લા સાત આઠ વર્ષ દરમ્યાન  વિદાય થયેલ અધિકારી કર્મચારીઓ જેવા કે પૂર્વ તાલુકા વિકાસ અધિકારી પ્રદીપસિંહ વાળા, વિસ્તરણ અધિકારી દિલુભા, રાજભા, પરમારભાઈ, જીતુભા ગોહિલનું સન્માન કરવામાં આવ્યું અને તાલુકા માંથી બદલી થઈ ને ગયેલ અધિકારી, કર્મચારી, તલાટી કમ મંત્રીઓ જેમાં અનિરુદ્ધસિંહ ગોહિલ, જગદીશભાઈ, ભટ્ટભાઈ નું   સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અનુસંધાને નિવૃત થતા દિલાવરસિંહ ઝાલા અને વિસ્તરણ અધિકારી મહેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પોતાના અભિપ્રાયો આપ્યા,તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા દ્વારા આવીજ રીતે હળી મળી ને કામ કરવાની ભાવના થી કામ કરવા જણાવ્યું, સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી, તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા હવે તાલુકા ને આવા અધિકારિયો મળવા અને આવા આધિકારીઓ ની ખોટ કાયમ રહેશે તેમ જણાવ્યું. સાથે સાથે બધાજ પરિવાર ના સભ્યોને કાયમ આવીજ પરિવારની ભાવના બની રહે અને તાલુકાના વિકાસના કામો સાથે રહી કરીયે, સૌને માતાજી સારું આરોગ્ય પ્રદાન કરે, ખૂબ સુખ સંપત્તિ આપે તેવી  નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામાં ટી.પી.ઓ. ઘનશામસિંહ જાડેજા, તલાટી કમ મંત્રી તાલુકા ના પ્રમુખ ઋષિરાજસિંહ ગોહિલ, મહામંત્રી જયેશભાઇ ડાભી અને તલાટી કમ મંત્રી ચિંતનભાઈ, શૈલેષભાઇ, રાજુભાઇ સહિત ના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી.

Previous articleવિભાવરીબેન દવેનો ભાવનગર પ્રવાસ કાર્યક્રમ
Next articleબોટાદ APMC દ્વારા ૬૦૦૦ હેલ્મેટનુ વિતરણ  એસ.પી.હર્ષદ મહેતા હસ્તે કરાયું