સોની સબના કલાકારો બાળ દિવસ વિશે શું કહે છે : દેવ જોશી (બાલવીર)

1358

હું બાળ દિવસ મારા જન્મદિવસના મહિનામાં આવી રહ્યો હોવાથી બેહદ ખુશ છું અને તેથી નવેમ્બરમાં મને બેગણી ભેટસોગાદો મળશે. મારા વાલીઓ મને હંમેશાં કોઈક ને કોઈ ભેટ આપીને બાળ દિવસ પર મને ખુશ કરે છે, જે ભેટની મોટે ભાગે મને જરૂર હોય છે. મને સ્કૂલના દિવસોથી બાળ દિવસની ઘણી બધી ઘટનાઓ આજે પણ યાદ છે. સ્કૂલમાં આ દિવસે સમારંભ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓ ભાષણ આપતા અને હું વિખ્યાત વ્યક્તિત્વ તરીકે ભાષણ કરતો. મારા બાળપણમાં બાળ દિવસે હું અને મારા વાલીઓ મારી પિતાની ફેકટરીમાં એક કામગારના ઘરે ગયા હતા અને તેમનાં પરિવારના બાળકો માટે રમકડાં અને કપડાં આપ્યાં હતાં. અમે એકત્ર ભોજન કર્યું અને અમારે કારણે તેમના ચહેરા પર ખુશી જોઈને બહુ આનંદ થયો.
હવે હું મોટો થઈ ગયો છું છતાં મારી અંદરનો બાળક હજુ જીવંત છે અને હંમેશાં રહેવો જોઈએ. હું દરેકને બાળ દિવસની શુભેચ્છા આપું છું અને દરેકને તમારી અંદરના બાળકને જીવંત રાખવા માટે સંદેશ આપું છું.