સોની સબના કલાકારો બાળ દિવસ વિશે શું કહે છે : અક્ષિતા મુદગલ (ભાખરવડીમાં ગાયત્રી)

469

બાળ દિવસે વાલીઓ તેમના બાળકોને થોડી વધુ આઝાદી આપે છે, જેથી તેઓ જોઈએ તે રીતે નટખટ હરકતો કરી શકે. તેમની વિનંતીઓનો આદર કરે અને તેમને વિશેષ લાગે તેવું બધું જ કરે છે. હવે અમે મોટાં થઈ ગયાં છે છતાં અમારા બધાની અંદર નાનું બાળક છુપાયેલું છે. આથી દરેકની અંદરના બાળકની ઉજવણી કરવા માટે હું સામાન્ય રીતે બાળ દિવસે અનાથાલયમાં જાઉં છું અને ત્યાંના બાળકોને વિશેષ લાગણીઓ મહેસૂસ થાય તેવું કરું છું. તેમની સંભાળ લઉં છું અને મારા વાલીઓ પણ આ કામમાં મારી સાથે જોડાય છે. ઉપરાંત મારા વાલીઓ બાળ દિવસે મારે માટે કશુંક વિશેષ અચૂક લાવે છે. એક બાળ દિવસ પર મારા વાલીઓએ આપેલી ભેટ મને હજુ પણ યાદ છે અને તે મોટી ટેડી બેર હતી, જે મેં આજ સુધી સાચવી રાખી છે. મારે માટે તે બહુ વિશેષ હતું, કારણ કે મારા વાલીઓ મને કેટલો પ્રેમ કરે છે તે જ એ બતાવે છે. વાલીઓ હંમેશાં તેમના બાળકોમાં હકારાત્મકતા ફેલાવે છે અને તેઓ બાળકને મદદરૂપ થાય છે અને તેમની અંદરની નિર્દોષતાને જીવંત રાખે છે. મારા વાલીઓ મારી પડશે રહ્યાં અને મેં જે પણ કર્યું તેમાં મને ટેકો આપ્યો તે બદલ મને ખુશી છે

Previous articleસોની સબના કલાકારો બાળ દિવસ વિશે શું કહે છે : દેવ જોશી (બાલવીર)
Next articleસોની સબના કલાકારો બાળ દિવસ વિશે શું કહે છે : વંશ સયાની (બાલવીર વિવાન)