શિપબ્રેકર એસોસિએશન, ડાયમંડ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન સહિતના સંગઠનો એકઠા થઇ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું

1641

ભાવનગરના અલંગના અગ્રણી શિપ બ્રેકરના કાર ડ્રાયવર પર બુધેલ નજીક હુમલો કરી કોઈ બાબતે બોલાચાલી થયા બાદ કાર અટકાવી માર મરાયો, શિપ બ્રેકરને પણ ધોલ થપાટ કરાઈ હોવાની ચર્ચા. શિપબ્રેકર્સ અને ડાયમંડ વેપારીઓ કલેકટર પાસે પહોંચ્યા.

બુધવારે બપોરના રોજ અલંગમાં પ્લોટ નંબર 9 ધરાવતા શ્રી રામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ બટુકભાઈ પટેલ તેઓની કારમાં બુધેલ ચોકડી નજીક કારને કાવુ મારવાની બાબતે બુધેલ ના સરપંચ ભવાનીસંઞ ભુપતસંઞ મોરી તેઓના ભત્રીજા દાનસંગ મોરી અને 15 થી 20 અજાણ્યા માણસો એ પ્રથમ ડ્રાઇવરને માર માર્યો હતો અને બાદમાં બટુકભાઈ ને ઢોર માર મારતા તેઓની પાછળ આવી રહેલા ભાઈ મુકેશ ને જાણ કરી હતી મુકેશભાઈ પટેલ અને અન્ય માધવ ગ્રુપના શિપબ્રેકર તથા શિપ બ્રેકીંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જીવરાજભાઈ મોણપરા મધ્યસ્થી કરવા ગયા હતા. તેવા અરસામાં આ બંને શિપ બ્રેકરો ને પણ ઢોર મારમારી લોહીલુહાણ કરવામાં આવ્યા હતા અને કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઇ શિપબ્રેકરો કરો અને આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો આ ગુંડાગીરી ના વિરોધમાં ગુરુવારે સૌરાષ્ટ્ર ઓફ કોમર્સ અલંગ, હીરા બજાર અને ટ્રાન્સપોર્ટ, સહિતના 58 જેટલા એસોસિએશન એ બંધનું એલાન આપેલ છે આ બનાવવાનો વિરોધ કરવા આજે સવારે રૂપાણી સર્કલ ખાતે એક રેલી કાઢી કલેકટર કચેરીએ ખાતે એકઠા થઈ આવેદનપત્ર પાઠવ્યું.