રમતગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃતિઓ દવારા ઓપન યોગ સ્પર્ધા યોજાઈ

682

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ના ઉપક્રમે મહાનગર પાલિકા અમલીકરણ સમિતિ ની રાહબરી નીચે જિલ્લા રમતગમત કચેરી ભાવનગર શહેર સંચાલિત રાજ્ય કક્ષા ખેલમહાકુંભ ઓપન વિભાગ,શિક્ષકગૃપ,૪૦,૬૦ વર્ષ ઉપર ના ભાઈઓ,બહેનો ની યોગાસન સ્પર્ધાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ૨૨૩ ખેલાડી ભાઈઓ, બહેનો એ ભાગ લીધો
સ્પર્ધાને સફળ બનાવવા માટે ડો અરુણ ભલાણી ની દેખરેખ નીચે એન.કે જાડેજા,સંદીપ શેઠ, એમ.પી ગોહિલ, જયેન્દ્ર ભુંગલિયા,હરેશ મેટલિયા તેમજ કચેરી સ્ટાફે સારી જહેમત ઉઠાવેલ હતી.

Previous articleશિપબ્રેકર એસોસિએશન, ડાયમંડ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન સહિતના સંગઠનો એકઠા થઇ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું
Next articleપોલીસ જાપ્તામાથી આરોપી ફરાર