GPSC,PSI, નાયબ મામલતદાર, GSSB, પરીક્ષા ની તૈયારી માટે

1550


કરંટ અફેર્સ

૧.      ગુજરાતના તરણેતર ખાતે દર વર્ષે સમય રીતે ક્યાં દિવસે મેળો ભરાય છે?

–       ભાદરવો સુદ ચોથ, પાંચમ, છઠ

૨.      ગુજરાતમાં તરણેતર ખાતે ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠના રોજ પ્રસિદ્ધ મેલો ભરાય છે. આ તરણેતર ગુજરાતના ક્યાં જીલ્લાના ક્યાં તાલુકામાં આવેલું છે?

–       સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકામાં

૩.      ગુજરાતનો કયો મેલો ભક્તિના મેલા તરીકે ઓળખાય છે?        –       ભવનાથનો મેળો

૪.      ગુજરાતનો કયો મેલો રાવટીઓમાં ગવાતા ભજન અને સામસામા બોલતા દુહા માટે પ્રસિદ્ધ છે?    –       તરણેતરનો મેળો

૫.      ગુજરાતમાં હાલ તરણેતર ખાતે જ્યાં મેલો ભરાય છે એ ગામનું નામ અપભ્રંશ થતા તરણેતર થઇ ગયું છે. તરનેતારનું સાચું નામ જણાવો.      –       ત્રિનેત્રેશ્વર

૬.      ગુજરાતમાં તરણેતર ખાતે ક્યાં મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે?    –  પંચનાથ મહાદેવ

૭.      ગુજરાતમાં તરણેતર ખાતે આવેલા પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પર દર વર્ષે ભાદરવા સુદ પાંચમના રોજ ક્યાં ગામની બાવન ગજની ધજા ચડે છે?    –       પાળીયાદ

૮.      તરણેતર અંગે પ્રચલિત લોકવાયકાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

        (૧)     તરણેતરનો પ્રદેશ ઘેડના પ્રદેશ તરીકે ઓળખાય છે.

        (૨)     અહીં દ્રૌપદી સ્વયંવર થયો હતો.

        (૩)     અહીં દ્રૌપદીએ લાક્ષાગૃહમાં દુર્યોધનનું અપમાન કર્યું હતું.

        (૪)     અહીં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પાસેના કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા મળીને સરસ્વતી

નદીનું પ્રાગટ્ય કર્યું હતું.

        (૫)     અહીં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ફરતે ત્રણ કુંડ આવેલા છે. અને આ કુંડનું નામ બ્રહ્મકુંડ

વિષ્ણુકુંડ અને શિવકુંડ છે.

(અ)    ૧,૨,૩,૪,૫     (બ)    ૨,૫    (ક)     ૨,૩,૪,૫       (ડ)     ૨,૪,૫

૯.      સંશોધકોના માટે તરણેતર ખાતે આવેલા પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની શૈલીમાં ક્યાં પ્રકારની છે?    –        ગુર્જર પ્રતિહાર

૧૦.    તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્વાર ક્યાંના રાજવીએ કરાવ્યો હતો?  –       લખતર

૧૧.    તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્વાર લખતરના ક્યાં રાજવીએ કરાવ્યો હતો? –        શ્રી કરણસિંહજી

૧૨.    લખતરના રાજવી શ્રી કરણસિંહજીએ કરણબાના સ્મરણાર્થે તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો? –        કરણબા

૧૩.    લખતરના રાજવી શ્રી કરણસિંહજીએ કરણબાના સ્મરણાર્થે તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્વાર ક્યારે કરાવ્યો હતો?        –       ઓગસ્ટ, ૧૯૦૨

૧૪.    તરણેતરના પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મંદિરનો જીર્ણોદ્વાર સંશોધકોના મતે પ્રતિહાર રાજાઓ દ્વારા ક્યારે થયો હોવાનું માનવામાં આવે છે?       –       દસમી સદીમાં

૧૫.    ગુજરાતનો કયો પ્રદેશ ‘વાસુકી નાગની ભૂમિ’ તરીકે ઓળખાય છે?        –       તરણેતર

૧૬.    ગુજરાતનો કયો પ્રદેશ ‘પાંચાલ પ્રદેશ’ તરીકે ઓળખાય છે?      –       તરણેતર

૧૭.    તાજેતરમાં ભારતના ક્યાં રાજ્યમાં NRCનો ફાઈનલ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે?   – આસામ

૧૮.    તાજેતરમાં આસામમાં NRCનો ફાઈનલ ડ્રાફ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ NRCનું પૂરું નામ જણાવો.     –        નેશનલ રજીસ્ટ્રેશન ઓફ સીટીઝન

૧૯.    તાજેતરમાં ચર્ચામાં રહેલ NRC શું છે?

–       આસામમાં જાહેર કરવામાં આવેલી રાજ્યના નાગરિકોની યાદી

૨૦.    તાજેતરમાં આસામમાં જાહેર થયેલી NRCની અંતિમ યાદીમાં કેટલા લોકોનો સમાવેશ થાય છે?    –       ૩.૧૧ કરોડ

૨૧.    તાજેતરમાં આસામમાં જાહેર થયેલી NRCની અંતિમ યાદીમાં કેટલા લોકોનો સમવેશ થાય છે?    –       ૧૯.૦૭ લાખ

૨૨.    તાજેતરમાં આસામમાં જાહેર થયેલી NRCની યાદીમાં આસામમાં કઈ તારીખ બાદ સ્થાયી થયેલા નાગરિકોને ગેરકાયદેસરના નાગરિકોને ગણવામાં આવે છે?  –       ૨૪ માર્ચ, ૧૯૭૧

૨૩.    આસામમાં જાહેર થયેલી NRCની અંતિમયાદીમાં સમાવેશ ન પામેલા લોકો આ યાદીમાં સમાવેશ માટે શેમાં અપીલ કરી શકે?   –       ફોરેનર્સ ટ્રીબ્યુનલમાં

૨૪.    તાજેતરમાં ભારતમાં ‘મોટર વાહન (સુધારા) બીલ ૨૦૧૯’ દ્વારા ક્યાં એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે? –        મોટર વાહન એક્ટ, ૧૯૬૮

૨૫.    નવા ‘મોટર વાહન એક્ટ ૨૦૧૯’માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ભારતમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ મીનીમમ દંડ રૂ.૧૦૦થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે?    –       રૂ.૫૦૦

૨૬.    નવા ‘મોટર વાહન એક્ટ ૨૦૧૯’માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ભારતમાં લાઇસન્સ વિના વાહન ચલાવવા બદલ મીનીમમ દંડ રૂ.૫૦૦થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે?      –       રૂ.૫૦૦૦

૨૭.    નવા ‘મોટર વાહન એક્ટ ૨૦૧૯’માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ભારતમાં સીટ બેલ્ટ વિના વાહન ચલાવવા બદલ મીનીમમ રૂ.૫૦૦થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે?  –       રૂ.૧૦૦૦

૨૮.    નવા ‘મોટર વાહન એક્ટ ૨૦૧૯’માં કરેલી જોગવાઈ અનુસાર ભારત દારૂ પીને નશામાં ડ્રાઈવિંગ કરવા બદલ મીનીમમ દંડ રૂ.૨૦૦૦થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે?   –       રૂ.૧૦,૦૦૦

૨૯.    નવા ‘મોટર વાહન એકત ૨૦૧૯’માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ભારતમાં જોખમી અથવા તો ખતરનાક ડ્રાઈવિંગ કરવા બદલ મીનીમમ દંડ રૂ.૧૦૦૦ થી વધારીને કેટલો કરવામાં આવેલો છે?  –       રૂ.૫૦૦૦

૩૦.    નવા ‘મોટર વાહન એક્ટ ૨૦૧૯’માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ભારતમાં રેસિંગ કરવા બદલ મીનીમમ દંડ રૂ.૫૦૦થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે?  –       રૂ.૫૦૦૦

Previous articleબીઆરટીએસ અકસ્માત બાદ કોર્પોરેશન કચેરી ઉપર દેખાવા
Next articleવલ્લભીપુર તાલુકાના હડમતીયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો