હિમાલયા ડ્રગ કંપનીએ પશ્ચિમ બંગાળ માટે ફ્લેગશીપ ઈનિશિયેટિવ ‘મુસ્કાન’ શરૂ કર્યુ કે જેથી ક્લેફ્ટ અંગે જાગૃતિ લાવી શકાય

913

ભારતની અગ્રણી વેલનેસ કંપની હિમાલયા ડ્રગ કંપનીએ પશ્ચિમ બંગાળ માટે તેના ફ્લેગશીપ ઈનિશિયેટિવ ‘મુસ્કાન’નો પ્રારંભ કર્યો છે. ગરીબ બાળકોમાં ક્લેફની સારવારના હેતુથી હિમાલયા લિપ કેર દ્વારા કેમ્પેન ‘એક મુથો હંસી’નો કોલકાતામાં આજે પ્રારંભ કરાયો હતો. જેના ભાગરૂપે, હિમાલયાએ વિશઅવની સૌથી વિશાળ ક્લેફ્ટ ચેરિટી સ્માઈલ ટ્રેઈન ઈન્ડિયા સાથે જોડાણ કર્યુ છે કે જેથી બાળકોને મફત લાઈફ સેવિંગ ક્લેફ્ટ કરેક્ટિવ સર્જરીઝની સુવિધા આપી શકાય.
હિમાલયા ડ્રગ કંપનીના બિઝનેસ ડિરેક્ટર-કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિવિઝન રાજેશ ક્રિશ્નામૂર્તિએ આ ઈવેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષે અમારૂ કેમ્પેન ‘એક મુથો હંસી’ છે જેની સાથે અમે પશ્ચિમ બંગાળમાં ક્લેફ્ટ અંગે જાગૃતિ લાવવા પ્રતિબદ્ધ છીએ અને સાથે તેમને જીવનમાં ખુશીઓ આપી શકાય એ માટે ક્લેફ્ટ અંગે વહેલાસર પગલાં લેવામાં આવે એના મહત્ત્વ અંગે લોકોને જાગૃત કરવા માગીએ છીએ. અમારા મુસ્કાન કદમથી ખરેખર હિમાલયાના બ્રાન્ડ વિઝન – ‘ખુશ રહો ખુશાલ રહો’નું પ્રતિબિંબ જોવા મળે છે કે જેમાં દરેક ઘરમાં વેલનેસ અને હેપીનેસ લાવવાનો હેતુ છે. આ કદમ દ્વારા 550થી વધુ બાળકોને ક્લેફ્ટની સર્જરી અત્યાર સુધીમાં કરી આપવામાં
આવી છે. અમારો પ્રયાસ ક્લેફ્ટ ધરાવતા વધુને વધુ બાળકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે અને તેમને તેમના સ્વપ્નો સાકાર કરવામાં મદદ કરવાનો છે.’આ કેમ્પેન સ્મિતના આનંદને ફેલાવવા અંગે લક્ષ આપે છે. પદ્મશ્રી ઉષા ઉથુપ કે જેઓ અગ્રણી પ્લેબેક ગાયિકા રહ્યા છે તેમણે આ કદમને સહયોગ આપવાના હેતુથી પોતાની કાર્યક્રમમાં ઉપસ્થિતિથી કાર્યક્રમને વધુ પ્રોત્સાહન આપ્યું હતું. હિમાલયા ડ્રગ કંપનીના સીઈઓ ફિલિપ હેડને બ્રાન્ડના આ હેતુ સાથેના જોડાણ અંગે કહ્યું હતું, ‘આ ઈનિશિયેટિવ અમારા હૃદયની ખૂબ નજીક છે. અમે ખુશાલી અને વેલનેસ ફેલાવવા આતુર અને સમર્પિત છીએ એટલું જ નહીં પણ અમારી પ્રોડક્ટ્સ દ્વારા અમે લોકોના જીવનમાં પરિવર્તન લાવતા હેતુઓને સહયોગ આપીને પણ અમે એ કામ કરીએ છીએ.’
અન્ય મહાનુભાવો એશિયા, સ્માઈલ ટ્રેનના વાઈસ પ્રેસિડન્ટ અને રિજિયોનલ ડિરેક્ટર મમતા કેરોલ અને કોલકાતાના ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાઈલ્ડ હેલ્થના ડો. પાર્થપ્રતિમ ગુપ્તા, વર્ધમાનના સીએએમઆરઆઈ હોસ્પિટલના ડો. એસએ ફૈઝલ જેવા મેડિકલ એક્સપર્ટ ઉપસ્થિત
રહ્યા હતા.સ્માઈલ ટ્રેન ઈન્ડિયાએ હેલ્પલાઈન નંબર – 1800 103 8301 રજૂ કર્યો છે જેમાં લોકો ફોન કરીને ક્લેફ્ટ વિશે પૂછપરછ કરી શકે છે અને મફત મેડિકલ ઈન્ટરવેન્શન મેળવી શકે છે. ક્લેફ્ટ ધરાવતા બાળકો માત્ર ચહેરાના આકારમાં સમસ્યા જ નથી અનુભવતા પરંતુ તેમના
જીવનમાં તેઓ સામાજિક પડકારોનો પણ સામનો કરે છે. આ મુદ્દે લક્ષ આપતા સ્માઈલ ટ્રેનના એશિયા ખાતેના રિજિયોનલ ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડન્ટ મમતા કેરોલે કહ્યું હતું, ‘દર વર્ષે ભારતમાં ક્લેફ્ટની સ્થિતિ સાથે 35000થી વધુ બાળકો જન્મે છે. તેઓ યોગ્ય રીતે
શ્વાસ લેવામાં, ખાવામાં અને બોલવામાં તકલીફ અનુભવે છે. ક્લેફ્ટ અંગે જાગૃતિના અભાવે સરળ 45 મિનિટની સર્જરી કરાવવાથી લોકો દૂર રહે છે.’ ઉષા ઉથુપે આ હેતુમાં પોતાના સૂર પૂરાવતા કહ્યું હતું, ‘બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. તેમના સપના સાકાર તેઓ કરી શકે તેમાં કોઈ બાબત અવરોધ ન બની શકવી જોઈએ. મુસ્કાનનો એક હિસ્સો બનવાની તક મળવા બદલ હું સન્માનિત અનુભવું છે કેમકે તે એક અર્થપૂર્ણ અને જીવનમાં પરિવર્તન લાવનાર હેતુ છે અને બાળકોને સ્વસ્થ, ખુશ અને જીવનથી ભરપૂર રાખે છે.’ ક્લેફ્ટ વિશેઃ ક્લેફ્ટ (ફાટેલા) લિપ (હોઠ) અને /અથવા પેલેટ (તાળવું) જન્મ સમયે જોવા મળતી ખોડ છે જે ત્યારે બને છે જ્યારે ચોક્કસ ફેશિયલ ટીસ્યુઝ ભૃણના વિકાસ વખતે યોગ્ય રીતે વિકાસ પામતા નથી હોતા. દર 700માંથી એક શિશુ વિશ્વભરમાં ક્લેફ્ટ સાથે જન્મે છે. ભારતમાં, અંદાજે 2500થી વધુ બાળકો ક્લેફ્ટ સાથે દર વર્ષે જન્મે છે. ક્લેફ્ટની ઘટના જનસંખ્યાના પ્રમાણને સંબંધિત રીતે જોઈએ તો
પશ્ચિમ બેંગલ જ દર વર્ષે ક્લેફ્ટ સાથે 6000 જેટલા બાળકો જન્મે છે. ક્લેફ્ટની સારવાર ન મળી હોય એવા બાળકો એકલવાયા બની જાય છે એટલું જ નહીં પણ ખાસ તો તેમને ફેસ ફિઝિકલ મુશ્કેલીઓ જેમકે ખાવામાં, શ્વાસ લેવામાં અને બોલવામાં પણ તકલીફ ખાય છે અને તેઓને અવારનવાર ઈએનટી ચેપનું જોખમ રહે છે. 50 ટકાથી ઓછા બાળકો કે જેમને ક્લેફ્ટ હોય છે તેમને ભારતમાં અવગણના અને ગરીબીના લીધે તેની સારવાર મળતી નથી. તેઓ સામાજિક એકલતાનો સામનો કરે છે અને સ્પીચ સંબંધિત લર્નિંગ સમસ્યાઓનાં લીધે શાળા છોડવાની ઘટનાઓમાં વધારો થાય છે. જેના કારણે તેઓ આખરે રોજગારીની તક પણ ગુમાવે છે.
ક્લેફ્ટ સર્જરી સુરક્ષિત છે અને ટ્રાન્સફોર્મેશન તરત થાય છે. 1999થી, સ્માઈલ ટ્રેનનું સસ્ટેનેબલ મોડેલ તાલીમ, ફંડિંગ અને સંસાધન સ્થાનિક ડોક્ટરોને અને હોસ્પિટલોને સશક્ત બનાવવા માટે ભારતમાં આપે છે જેમાં 100 ટકા મફત ક્લેફ્ટ સર્જરી અને વ્યાપક ક્લેફ્ટ કેર તેમના સમુદાયોમાં તેઓ આપી શકે છે. પરિણામે, સ્માઈલ ટ્રેને વિશ્વભરમાં તેનો દસ લાખમા સ્મિતનો આંકડો પાર કર્યો છે.