ડુંગળી હાલ રડાવશે : એક મહિના રાહત નહીં મળે, લોકો ત્રાહીમામ

1452

અતિ જીવનજરૂરી વસ્તી ડુંગળીના ભાવે રેકોર્ડ સપાટી પર પહોંચી ગયા છે. ડુંગળીના વધતા જતા ભાવના કારણે લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. જો કે સામાન્ય લોકો માટે વધુ નિરાશાજનક સમાચર છે. મોટા ભાગના કારોબારીઓ અને બજાર સાથે જોડાયેલા લોકો માની રહ્યા છે કે હજુ એક મહિના સુધી ડુંગળીના ભાવ આસમાને રહેશે. સાથે સાથે એક મહિના સુધી ડુંગળી રડાવી શકે છે. ડુંગળીના ભાવના કારણે તો રાજ્ય સરકારોનના પણ આંસુ આવી ગયા છે. સપ્લાયને લઇને થઇ રહેલી પરેશાની અને અન્ય કારણો પણ રહેલા છે. સપ્લાયને લઇને કટોકટીના કારણે સરકારી વેન્ડસ અને વેનમાં સસ્તી ડુંગળીનુ વેચાણ હવે બંધ કરી દેવામાં આવ્યુ છે. બીજી બાજુ રિટેલ કિંમતો તો રેકોર્ડ આસમાને પહોંચી ગઇ છે. ડુંગળીના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય ગણતા મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને ખરાબ હવામાનના કારણે ડુંગળીના પાકને ભારે અસર થઇ છે. પાકને નુકસાન થયુ છે. પાક નષ્ટ થવાના કારણે દિલ્હી અને દેશની અન્ય મંડીઓમાં ડુગંળીનો જથ્થો આયાત કરવામાં આવેલા જથ્થામાંથી પહોંચી રહ્યો છે. સાથે સાથેો બીજા રાજ્યોમાંથી પણ પાકનો જથ્થો પહોંચી રહ્યો છે. છતાં સપ્લાય દરરોજ ૫૦૦ ટન કરતા ઓછી એકલા દિલ્હીમાં છે. આ તમામ કારણઁોસર ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. દરમિયાન કેન્દ્ર સરકારે બુધવારના દિવસે જ દેશભરમાં ટ્રેડર્સ માટે ડુંગળીની સ્ટોક લિમિટ સાથે સંબંધિત પ્રતિબંધની અવધિને અચોક્કસ મુદ્દત માટે વધારી દેવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યુ છે કે ડુંગળીની કિંમતો ક્યારેય સામાન્ય બની જશે તે અંગે હાલમાં વાત કરવી વહેલી તકે હશે. જો કે કિંમતોને સામાન્ય બનાવી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે કહ્યુ છે કે આ બાબત તેમના હાથમાં નથી. સરકાર મહત્તમ પ્રયાસ કરી રહી છે પરંતુ કુદરતની સાથે કોણ જીતી શકે છે. તેમણે કહ્યુ હતુ કે રીટેલર્સ અને હોલસેલર્સ માટે સ્ટોક હોલ્ડિંગ લિમિટ આગામી દશક સુધી વધારી દેવામાં આવી છે. આ લિમિટ સપ્ટેમ્બર મહિનામાં લાગુ કરવામાં આવી હતી. હાલમાં રીટેલર ૧૦૦ ક્વિન્ટલ સુધી અને હોલસેલર ૫૦૦ ક્વીન્ટલ સુધી ડુગંળીની ખરીદી કરી શકે છે. રીટેલ દુકાનો પર ડુંગળીના ભાવ થોડાક સપ્તાહ પહેલા સુધી ૭૦ રૂપિયા કિલો સુધી હતા. જો કે હવે ભાવ ૯૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. ૩૦ રૂપિયા કિલોના દરે સરકારી ડુંગળી વેચાણની પ્રક્રિયા બંધ થઇ જતા તેની પણ અસર જોવા મળી રહી છે. બુધવારના દિવસે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર તરફથી તેમને ડુંગળીનો જથ્થો મળી રહ્યો નથી. જેના કારણે સરકારી ડુગંળી બંધ થઇગઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્થિતીને કાબુમાં રાખવા માટ જુદા જુદા પગલા લીધા છે. જેના ભાગરૂપે ૬૦૯૦ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય પહેલાથીજ કરવામાં આવ્યો છે. જો કે કારોબારી માની રહ્યા છે કે આના કારણે હાલમાં ઉંચી રહેલી કિંમતો ફરી ઘટશે નહીં. કારણ કે સ્થિતી સામાન્ય બનવામાં એક મહિના સુધીનો સમય લાગી શકે છે. હાલમાં તો કિંમત આંશિક રીતે હળવી થઇ શકે છે. રાહત મળવના સંકેત દેખાઇ રહ્યા નથી. આઝાદપુર મંડીમાં બુધવારના દિવસે સારી ગુણવત્તાની ડુંગળી હોલસેલમાં ૫૦થી ૬૫ રૂપિયા કિલોના ભાવે વેચાઈ હતી જ્યારે લોવર રેંજ ૩૫ રૂપિયા સુધી રહી હતી. એપીએમસી આઝાદપુરના પૂર્વ ચેરમેન રાજિન્દર શર્માએ માહિતી આપતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રથી પુરવઠો બિલકુલ ઠપ્પ થયેલો છે. હાલમાં પાંચ ગાડીઓ અફઘાનિસ્તાન અને ૬૦ ગાડીઓ રાજસ્થાનથી પહોંચી રહી છે. અફઘાનિસ્તાનથી આવનાર ડુંગળીની કિંમત ૪૫ રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ ૮૦ ગાડીઓ પહોંચે છે. હાલમાં ૨૦ ગાડીઓ ઓછી આવી રહી છે. એટલે કે ૫૦૦ ટન ડુંગળીનો જથ્થો ઓછો પહોંચી રહ્યો છે. દિલ્હીમાં ઉપયોગની દ્રષ્ટિએ સપ્લાયને લઇને કોઇ સંકટ નથી પરંતુ અન્ય રાજ્યોમાં પણ અહીંથી ડુુંગળીની જથ્થો પહોંચે છે જેથી નવો જથ્થો ન આવે ત્યાં સુધી કિંમતોમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતા નથી. પુણેથી મળેલા અહેવાલ મુજબ રાજ્યની અનેક મંડીમાં હોલસેલ કિંમતો ૭૦ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે જ્યારે છુટક કિંમતો ૧૧૦ રૂપિયા સુધી પહોંચી ચુકી છે.

Previous articleકરિશ્મા શર્મા બોલ્ડ ફોટાથી ચર્ચામાં રહેવા માટે સુસજ્જ
Next articleસેંસેક્સમાં એફએન્ડઓ પૂર્ણાહૂતિ વચ્ચે વધુ ૧૧૦ પોઇન્ટનો ઉછાળો