રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં બાળ પ્રતિભા સ્પર્ધાનો પાલિતાણા ખાતે પ્રારંભ

784

રમતગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા વહીવટીગ તંત્ર ભાવનગર ની રાહબરી નીચે પાલીતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત પાલીતાણા હાઇસ્કૂલ ના સહયોગ થી જિલ્લા યુવા વિકાસ કચેરી સંચાલિત સૌરાષ્ટ્ર ઝોન બાળ પ્રતિભા શોધ સ્પર્ધા નું આયોજન પાલીતાણા ખાતે ૨૭/૨૮ નવેમ્બર દરમ્યાન  કરવા માં આવેલ આ સ્પર્ધામાં ૬૦૦ તી ૭૦૦ કલાકારો ભાગ લેવા ઉપસ્થિત રહેલ આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય વિજેતા  બાળ કલાકાર  રાજકોટ ખાતે યોજાનાર રાજ્ય કક્ષા ની સ્પર્ધામાં ભાગ લેવા જશે

૩૦ નિર્ણાયકઓએ અને ૩૦ વ્યવસ્થાપકો એ સેવા આપેલ આ સ્પર્ધા માં ભાવનગર શહેર લોકનૃત્ય  ખુલ્લા વિભાગ માં તૃતીય  સિસ્તાર નિવેદિતા વિદ્યાલય  લગ્ન ગીત અં વિભાગ માં પ્રથમ મકવાણા ભારતી ટી, બ  વિભાગ માં પ્રથમ વાઢેર છાયા એસ, નિબંધ અ વિભાગ માં તૃતીય માનીયા  રુદ્ર એસ, ચિત્રકલા અ વિભાગ માં દ્વિતીય ચૌહાણ હસ્તી ડી ,સર્જનાત્મક માં દ્વિતીય જાદવ નેસર્ગી કે વિજેતા થયેલ

ભાવનગર ગ્રામ્ય માંથી લોકનૃત્ય ખુલ્લા વિભાગ માં દ્વિતીય જગદીશ વરાનનદ  પ્રા.શાળા ,લોકવાધ્ય બ વિભાગ માં  તૃતીય બારિયા મિલન એસ ,નિબંધ બ વિભાગ માં પ્રથમ પ્રજાપતિ સ્મિત એમ, ચિત્ર  અ વિભાગ માં પ્રથમ ભટ્ટ શ્યામ સી, બ વિભાગ માં દ્વિતીય મકવાણા કિરણ વી, સર્જનાત્મક અ વિભાગ માં દ્વિતીય વાઘેલા નેયતિક બી, વિજેતા થયેલ