શક્તિશાળી ન્યુક્લિયર મિસાઇલ કે-૪ના પરીક્ષણની તૈયારી કરાઈ

1429

ભારત આ સપ્તાહના અંત સુધીમાં બંગાળના અખાતમાં પોતાની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરનાર છે. ન્યુક્લિયર મિસાઇલ કે-૪નું પરીક્ષણ સબમરીનથી કરવામાં આવનાર છે. આ પરીક્ષણ મારફતે ભારત પરમાણુ હુમલાની સ્થિતિમાં પોતાની જવાબી કાર્યવાહીની ક્ષમતાને પ્રદર્શિત કરશે. સબમરીનથી લોંચ થઇ શકે તેવી કે-૪ ન્યુક્લિયર મિસાઇલનું પરીક્ષણ પૂર્વીય દરિયાકાંઠાથી કરવામાં આવનાર છે. હવામાન યોગ્ય રહેશે તો જ પરીક્ષણની દિશામાં આગળ વધવામાં આવશે. ૩૫૦૦ કિમી સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવનાર મિસાઇલ અરિહંત ક્લાસ પરમાણુ સબમરીન માટે ડિઝાઇન કરવામાં આવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના ડેવલપમેન્ટલ ટ્રાયલના હિસ્સા તરીકે તેનું પરીક્ષણ કરવામાં આવનાર છે. આ પરીક્ષણ પરમાણુ ક્ષમતાથી સજ્જ મિસાઇલના સંચાલનની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. નવેમ્બરની શરૂઆતમાં ટ્રાયલ શરૂ કરવાની યોજના હતી પરંતુ પૂર્વીય દરિયાકાંઠા ઉપર ચક્રવાતના કારણે પરીક્ષણની પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી. કે-૪ના અંતિમ પરીક્ષણના પ્રયાસ ૨૦૧૭માં કરવામાં આવ્યા હતા. તેના ડેવલપમેન્ટ પ્રોસેસમાં તેજી લાવવાના પ્રયાસ થયા હતા. દેશમાં બીજી પરમાણુ સબમરીન આઈએનએસ પર કામ પૂર્ણ થનાર છે. ટૂંક સમયમાં જ ટ્રાયલ માટેની તૈયારી કરી દેવામાં આવનાર છે. ભારતે મિસાઇલના ટ્રાયલની તૈયારી માટે દરિયાઈ વાહનોને પહેલાથી જ સૂચના આપી દીધી છે. એરમેનને હિંદ મહાસાગર સુધી ફેલાયેલા ૩૦૦૦ કિલોમીટર લાંબા માર્ગ ઉપર ઉંડાણ બંધ કરવા માટે નોટિસ પણ જારી કરવામાં આવી છે. કે-૪ના પહેલા ત્રણ પરીક્ષણ થયા છે અને ગેમ ચેન્જર તરીકે ગણવામાં આવે છે. દેશને જવાબી હુમલા કરવા માટે વિકલ્પ આપશે. ભારતની પાસે આઈએનએસ અરિહંતમાં એક ઓપરેશન એસએલબીએમ છે. જો કે તેની ત્રાટકવાની ક્ષમતા ૭૫૦ કિલોમીટરની છે. ન્યુક્લિયર ટ્રાયડને પણ અસર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમીનથી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી અગ્નિ સિરિઝની મિસાઇલોના અનેક વખત પરીક્ષણ કરવામાં આવ્યા છે. ભારતની પાસે મિરાજ ૨૦૦૦ યુદ્ધવિમાન છે જે પરમાણુ હથિયારોને લઇ જવા માટે સક્ષમ છે. સામાન્યરીતે પાણીની નીચેથી લોંચ કરવામાં આવતી મિસાઇલને જવાબી હુમલા માટે સૌથી શક્તિશાળી હથિયાર તરીકે જોવામાં આવે છે. ડીઆરડીઓ દ્વારા કે-૫ ઉપર પણ કામ શરૂ કરવામાં આવ્યો છે જે ૫૦૦૦ કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. ન્યુક્લિયર પાવર સબમરીન પર પણ તેને ફિટ કરવામાં આવી શકે છે. કે-૫ના સફળ પરીક્ષણ બાદ ભારત જમીન, દરિયાઈ અને હવાથી હુમલા કરવામાં સક્ષમ છે. મિસાઇલ ટેસ્ટને લઇને તૈયારી કરાઈ છે.

ટેંક મિસાઇલો સેકન્ડોમાં જ દુશ્મનોના અડ્ડાને ફુંકી દેશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભોપાલ, તા. ૨૯

સ્પાઇક મિસાઇલ સેકન્ડોના ગાળામાં જ દુશ્મનનો ખાત્મો કરવા માટે સક્ષમ છે. ઇઝરાયેલી ટેંક કિલર મિસાઇલો ઇઝરાયેલ પાસેથી ભારતીય સેનાને મળી ચુકી છે. ભારતીય ભૂમિ સેનાને ઇઝરાયેલમાં બનેલી ટેંક વિરોધી સ્પાઇક મિસાઇલો મળી ચુકી છે. આ મિસાઇલનું મધ્યપ્રદેશમાં મહુમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવી ચુક્યું છે. આ મિસાઇલ મારફતે દુશ્મનની ટેંકો અને બંકરને સેકન્ડોના ગાળામાં જ ફુંકી શકાય છે. અધિકારીઓના કહેવા મુજબ સ્પાઇક ચોથી પેઢીની મિસાઇલ છે જે ચાર કિલોમીટરના અંતર સુધી કોઇપણ પક્ષ્યને તોડી પાડવામાં સક્ષમ છે. આનાથી ત્રાસવાદી સ્થળોને પણ ફૂંકી શકાય છે. ઇઝરાયેલી એટીજીએલને ખભા પર રાખીને ઝીંકવામાં આવે છે. તેને લઇ જવાની બાબત પણ બિલકુલ સરળ છે. ભૂમિ સેનાના વડા જનરલ બિપીન રાવત અને કેટલાક કમાન્ડરો બુધવારના દિવસે તાજેતરમાં જ નવી ખરીદવામાં આવેલી મિસાઇલોના પરીક્ષણને લઇને સાક્ષી બન્યા હતા. સ્પાઇકને જમ્મુ કાશ્મીરમાં ઉત્તરીય કમાન્ડના યુદ્ધ ક્ષેત્રમાં અંકુશરેખા નજીક તૈનાત કરવામાં આવી ચુકી છે. આનાથી પાકિસ્તાન સાથે જોડાયેલી દેશની સરહદ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી શકાશે. નિષ્ણાતોના કહેવા મુજબ સ્પાઇકનો ઉપયોગ અંકુશરેખાની નજીક બંકરો, શેલ્ટરો ને ઘુસણખોરીના અડ્ડાઓ અને ત્રાસવાદી કેમ્પોને ફૂંકી મારવામાં સફળતા રહેશે. સ્પાઇક ઝીંકો અને ભુલી જાવના સિદ્ધાંત ઉપર કામ કરેછે. આ મિસાઇલ સંપૂર્ણરીતે પોર્ટેબલ છે અને એટલી શક્તિશાળી છે કે, ચાર કિલોમીટરની હદમાં કોઇપણ ટેંકને નષ્ટ કરી શકે છે. દુશ્મનના બંકરને ઉડાવી શકે છે. ઇઝરાયેલે સેનાને ૨૮૦ કરોડ રૂપિયાની સોદાબાજીમાં કુલ ૨૧૦ મિસાઇલ, ૧૨ લોન્ચરો ઉપલબ્ધ કરાવ્યા છે. આ સોદાબાજી ભારતીય હવાઈ દળના બાલાકોટમાં ત્રાસવાદી અડ્ડાઓ ઉપર હવાઈ હુમલા બાદ પાકિસ્તાની સેના દ્વારા સરહદ પર સૈનિકોની તૈનાતી બાદ કરવામાં આવી હતી.