સલમાનના સ્ટારડમના લીધે ભયભીત નથી : દિશા પટની

0
375

એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી અને બાગી-૨ જેવી ફિલ્મના કારણે ચર્ચામાં રહેલી બોલ્ડ અને બ્યુટીફુલ સ્ટાર દિશા પટણીને હવે વધારે એક મોટી ફિલ્મ હાથ લાગી છે. તેને સલમાન ખાનની સતત બીજી ફિલ્મ મળી ગઇ છે. તે હાલમાં સલમાન સાથે ભારત ફિલ્મમાં નજરે પડી હતી. હવે તે સલમાન સાથે જ રાધે નામની ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તેનુ કહેવુ છે કે તે સલમાન ખાનના સ્ટારડમના કારણે ભયભીત નથી. હવે તે સલમાન સાથે રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇમાં નજરે પડનાર છે. ભારતમાં નાનકડા રોલને અદા કર્યા બાદ હવે પૂર્ણ ફિલ્મમાં કામ કરી રહી છે. તેના માટે આ સપનાને સાકાર કરવા સમાન છે. પ્રભુ દેવાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં રણદિપ હુડ્ડા પણ કામ કરી રહ્યો છે. ફિલ્મમાં જેકી શ્રોફ પણ નજરે પડનાર છે. દિશા પાસે અન્ય કેટલીક ફિલ્મો છે. તે પહેલા તે ભારત નામની ફિલ્મમાં સલમાન સાથે નાનકડા રોલમાં દેખાઇ હતી. સલમાન ખાનની રાધે ફિલ્મ મળતા તે કહે છે કે તે ગર્વ અનુભવ કરી રહી છે. દિશા કહે છે કે તે ખુબ લકી છે. તેના ભાગ્યે સાથ આપ્યો છે. ભગવાન અને પરિવારના પ્રેમના કારણે તેને સફળતા મળી રહી છે. તેની પાસે હાલમાં ખુબ કામ આવી રહ્યુ છે. તેનુ કહેવુ છે કે નિર્માતા નિર્દેશકોની અપેક્ષાને પૂર્ણ કરીને તે આગળ વધવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે મહેનતના કારણે જ તમામ સફળતા વ્યક્તિ મેળવી શકે છે. મહેનત કરવાથી હમેંશા સારા પરિણામ મળે છે. દિશા કહે છે કે સારા ભાગ્યના કારણે તેને કલાકાર તરીકે લોકોની સમક્ષ રજૂ થવાની તક મળી છે. તેની ફિલ્મો પણ સારો કારોબાર કરી રહી છે. તેની કુશળતાને સાબિત કરવા માટે તે ઉત્સુક છે.દિશા બોલિવુડમાં હાલ ચર્ચામાં છે. તેના ટાઇગર સાથે સંબંધોની ચારેબાજુ ચર્ચા રહી છે. ટાઇગર અને તે કેટલીક વખત એક સાથે પણ નજરે પડી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here