..લોકસંસાર ઇમ્પેક્ટ.. વલ્લભીપુરમાં છેલ્લાં એક વર્ષથી ગટર ની સમસ્યા નો આજરોજ તંત્ર દ્વારા નિકાલ કરાયો

770

વલ્લભીપુરમાં છેલ્લા એકાદ વર્ષથી વલ્લભીપુરમાં થઈ રહેલા અમૂલ્ય પાણીના બગાડ બાબતે ગઈ કાલે મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થતા નગરપાલિકાના પગ તળે રેલો આવ્યો હતો અને આજે સવારથી જ પાલિકા વોટર વિભાગનો કાફલો વલ્લભીપુર-ભાવનગર હાઇવે પર રન્નાદે રેસ્ટોરન્ટની બાજુમાં ઘસી આવ્યો હતો. કે જ્યાં પાછલા એક વર્ષથી પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડ્યું હતું અને અમૂલ્ય પાણી રોડ રસ્તા પર તેમજ ગટરમાં વહી જતું હતું.

પાલિકાકર્મીઓએ આજે સવારે ઉક્ત સ્થળે આવીને આ તૂટેલી પાઇપ લાઈનનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધર્યું હતું. એક વર્ષથી હેરાન થતા સ્થાનિકોએ આ કામગીરીથી રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે એક વર્ષથી તૂટેલી પાણીની પાઇપ લાઈન બાબતે વારંવાર સ્થાનિકોએ પાલિકામાં રજુઆત કરી હતી પણ સમસ્યાનો નિવેડો આવતો ન હતો. ઓછા દબાણથી પાણી મળવાની ફરિયાદો પણ સ્થાનિકો કરી રહ્યા હતા. ત્યારે મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. આથી સ્થાનિકોએ મોડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

તસ્વીર : ધમૅન્દ્રસિંહ સોલંકી

Previous articleગીતાચોકના ક્યુટ બોય ઉત્સવનો આજે જન્મદિવસ
Next articleખનીજ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપાયો