અથિયા શેટ્ટી ફ્લોપ રહેલી અભિનેત્રીની યાદીમાં ઇન

586

બોલિવુડની સ્ટાર કિડ્‌સમા સામેલ રહેલી અને કેટલીક ફિલ્મો પણ કરી ચુકેલી સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પણ હવે ફ્લોપ અભિનેત્રીની યાદીમા સામેલ થઇ ગઇ છે. કારણ કે તે સતત ફિલ્મો ફલોપ સાબિત થઇ રહી છે.જો કે તે નવા વર્ષમાં કેટલીક મોટી ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે. અથિયાની છેલ્લે નવાજુદ્દીન સિદ્ધીકી સાથે મોતિચુર ચકનાચુરમાં દેખાઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તેને હવે એક મોટી હિટફિલ્મની જરૂર દેખાઇ રહી છે. કોમેડી ફિલ્મ મુબારકામાં કામ કર્યા બાદ ખુબસુરત અથિયા શેટ્ટી પાસે વધારે ફિલ્મ આવી રહી ન હતી. તેને હવે કેરિયરમાં આગળ વધવા માટે મોટા સ્ટાર સાથે એક હિટ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે. તેની પાસે હાલમાં વધારે ફિલ્મો આવી રહી નથી. જો કે તે નવી અભિનેત્રીઓના પડકાર વચ્ચે કોઇ પણ રીતે ભયભીત નથી. ગળા કાપ સ્પર્ધા હોવા છતાં તે બોલિવુડમાં ટકી રહેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે વધુ ફિલ્મો કરવાને લઇને આશાવાદી છે. વિતેલા વર્ષોના લોકપ્રિય સ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી જુદી જુદી જાહેરખબરમાં પણ કામ કરી રહી છે. તે કેટલીક વિદેશી મેગેઝીનમાં કવર પર ચમકી ચુકી છે. તેનુ કહેવુ છે કે તે આગામી સમયમાં એક્શન ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. હાલમાં રજૂ થયેલ નવી એડમાં તે એક બાઇકમાં નજરે પડી હતી. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતામાં સામેલ રહેલા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પાસે હાલમા કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી. અથિયા મુબારકામાં પીઢ અભિનેતા અનિલ કપુર, અર્જૂન કપુર અને ઇલિયાના ડી ક્રુઝની સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. અનીસ બાજમી દ્વારા નિર્દેશિત ફિલ્મ હિટ સાબિત થઇ હતી. અથિયા નવી ફિલ્મનોને લઇને આશાવાદી છે.

Previous articleહવે કૃતિ ખરબંદાની કેરિયર અદ્ધરતાલ થઇ ગઇ : રિપોર્ટ
Next articleઆઇટમ સોંગ મેળવી લેવામાં સેક્સી સની લિયોન ફલોપ છે