સોહેલના પાલીહિલવાળા ઘરમાં સલમાનખાને બર્થડે સેલિબ્રેટ કર્યો

742

બોલિવૂડના દબંગ સલમાન ખાને આજે મુંબઈમાં પોતાનો ૫૪મો જન્મદિવસ ખુબ ધામધૂમથી ઉજવ્યો. આ વખતે સલમાને પોતાની ફેવરિટ જગ્યા પનવેલના બદલ મુંબઈમાં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. અત્રે જણાવવાનું કે સોહેલ ખાનના પાલીહિલવાળા ઘરમાં સલમાન ખાને પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો. જેમાં બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો એકસાથે જોવા મળ્યાં. ભાઈજાનના આ બર્થડે સેલિબ્રેશનમાં દબંગ ૩ની આખી સ્ટાર કાસ્ટ સોનીક્ષી સિન્હા, કીચા, અને સાઈ માંજરેકર ઉપરાંત ઘર પરિવારના સભ્યો જેમાં અરબાઝ,સોહેલ, પપ્પા સલીમ ખાન, મમ્મી હેલન અને સલમા ખાન સામેલ થયા હતાં. આ સાથે જ બર્થડે પાર્ટીમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરીના કૈફ, સંતોષ શુક્લા, મીકા સિંહ, ગુરુ રંધાવા, રાજપાલ યાદવ, બોબી દેઓલ, અને સુભાષ ઘાઈ જેવી હસ્તીઓ પણ સામેલ થઈ હતી. સલમાન ખાને સૌથી પહેલા મીડિયાવાળાઓ સાથે મળીને કેક કાપી અને જન્મદિવસની શરૂઆત કરી. ત્યારબાદ સોહેલના ઘરે પાર્ટી કરવા ગયા હતાં.
ઘડિયાળમાં જેવા ૧૨ વાગ્યા કે સોહેલના ઘરમાંથી સલમાન માટે બર્થડેનો અવાજ આવી રહ્યો હતો. તે જ સમયે ૧૨ વાગે સોહેલના ઘરની બહાર ભેગી થયેલી ભીડે પોતાના ફેવરિટ એક્ટર સલમાન ખાનને ખુબ શુભેચ્છાઓ પાઠવી. એક બાજુ એવી અટકળો હતી કે સલમાનના જન્મદિવસે જ અર્પિતા ખાનના બાળકની ડિલિવરી નક્કી છે તો બીજી બાજુ અર્પિતા ખાન પણ સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં જોવા મળી. આ બાજુ સલમાન ખાનના ડ્રેસ ડિઝાઈનર એશ્લે રિબેલોએ સોથી પહેલા સોશિયલ મીડિયામાં સલમાન ખાનના બર્થડે સેલિબ્રિશનનો વીડિઓ પોસ્ટ કર્યો અને જોત જોતામાં તો તે વાઈરલ પણ થઈ ગયો. જ્યાં એકબાજુ સલમાન ખાનનો બર્થડે સેલિબ્રેટ થઈ રહ્યો હતો ત્યાં બીજી બાજુ સુરક્ષા પણ એકદમ ચુસ્ત કરાઈ હતી.
આ દરમિયાન ગેલેક્સી એપાર્ટમેન્ટ, અર્પિતાના ઘર અને ખાસ કરીને સોહેલ ખાનના ઘરની બહાર પ્રાઈવેટ સિક્યુરિટી ગાડ્‌ર્સ ઉપરાંત મુંબઈ પોલીસના સુરક્ષાકર્મીઓ પણ તૈનાત હતાં. સોહેલના ઘરની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતાં. રાતે ૨ વાગ્યા સુધી તેઓ સલમાનની એક ઝલક જોવા માટે ખડેપગે હતાં.

Previous articleફિલ્મ પંગામાં કંગના રનૌત માતાના રોલમાં નજરે પડશે
Next articleફિલ્મ “સ્ટ્રીટ ડાન્સર ૩ડી”નું નોરા ફતેહીનું ગીત ગરમી વધારી રહ્યું છે