વેળાવદર પોલીસે 6.48 લાખનો દારૂ સાથે એક ઇસમ ને ઝડપી લીધો

828

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં જથ્થા બોટલ નંગ-૨૧૬૦ કિંમત રૂ ૬,૪૮૦૦૦ સાથે બોલેરો પિક અપ ૨ તથા વોક્સ વેગન કાર કુલ મુદ્દામાલ કી રૂ. ૧૫,૫૩,૫૦૦/-સાથે એક ઇસમને ઝડપી પાડતી વેળાવદર પોલીસ ટીમ ડી.આઇ.જી.પી. અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા રેન્જમાં પ્રોહી બુટલેગરો ઉપર સફળ રેઇડો કરી પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવાં અંગેની સુચના કરતાં ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર દ્વારા ખાસ પ્રોહી અંગે કેસો શોધી કાઢવા સુચન કરેલ જે સુચન મુજબ ભાવનગર ડિવિઝનનાં ના.પો.અધિ.એમ.એચ.ઠાકર સા.ના.માર્ગદર્શન હેઠળ વેળાવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આઈ.ડી.જાડેજા દ્વારા પોલીસ સ્ટાફનાં માણસોને જરૂરી માર્ગદર્શન આપી વિદેશી દારૂ અંગે બાતમી મેળવવાં સુચના કરેલ જે સુચના અને માર્ગદર્શન મુજબ વેળાવદર પોલીસ સ્ટેશનના
PSI આઈ.ડી.જાડેજા તથા
ASI બી.વી.જાડેજા તથા HC.ડી.એન.રાણા તથા
PC અનિરૂસિંહ રામદેવસિંહ તથા
PC રાજુભાઇ ગુણુંભાઈ તથા
PC શક્તિસિંહ વિરામદેવસિંહ તથા
PC તેજપાલસિંહ રાજેન્દ્રસિંહ તથા
PC નરેન્દ્રસિંહ વનરાજસિંહ તથા
દ્રાPC રાજુભાઇ ધનજીભાઈ વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ ચેકિંગ દરમિયાન શકાસ્પદ હિલ ચાલ જોતા ગોકુલપરા જવાના રસ્તે ચેક કરતા બે બોલેરો પિક અપ તથા એક વોક્સવેગન કાર માં અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ની બોટલ નંગ ૨૧૬૦ જથ્થો સાથે બે મોબાઈલ તથા ટાલપત્રી તથા રોકડા રૂ. ૩૫૦૦ સાથે કુલ કી. રૂ. ૧૫,૫૩૫૦૦/- સાથે ઝડપી પાડતી આરોપી વિનોદસિંહ ઉર્ફે કુલદીપસિંહ અજીતસિંહ ચુડાસમા ઉ.વ ૨૨ રહે માડીવી કચ્છ વાળાને ઝડપી પાડેલ છે વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી મજકુર ઇસમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરાવામાં આવેલ છે.