ઉતરાયણ દરમિયાન એક પણ પક્ષીનો જીવ ન જાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ

578

ઉત્તરાયણ પર્વ દરમિયાન સામાજિક વનીકણ વિભાગ ભાવનગર દ્વારા કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. આ અભિયાન અન્વયે તા.૧૦ થી તા.૨૦ જાન્યુઆરી- ૨૦૨૦ પક્ષી બચાવવાની કામગીરી ઝૂંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવનાર છે. જેના અનુસંધાને નિવાસી અધિક કલેક્ટરશ્રી ઉમેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે સમિક્ષા બેઠક યોજવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી વન વિભાગ દર વર્ષે પક્ષી સુરક્ષા માટે રાજયવ્યાપી કરૂણા અભિયાન યોજે છે, જેને જીવદયાપ્રેમીઓ અને નાગરિકોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો છે. કરૂણા અભિયાનમાં સામાજિક વનીકરણ, વન સંરક્ષણ કચેરી ભાવનગર, ભાવનગર શહેરના એનજીઓ અને તેના સ્વયંસેવકો સહિતના આ અભિયાનમા જોડાશે. આ કાર્યક્રમની કાર્યવાહી માટે વિવિધ સ્તરે બેઠકો પણ યોજવામાં આવી હતી. વન વિભાગ, ભાવનગરના આયોજન વિશે જણાવતા મદદનિશ વન સંરક્ષક શ્રી વિજય રાઠોડે જણાવ્યું કે, કરૂણા અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારમાં ૦૭ અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૦૯ રિસ્પોન્સ કમ કલેકશન સેન્ટર, તાલુકા સહિત ૨૨ સારવાર કેન્દ્રો, ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખૂલ્લા રહેશે તેમજ ૧૬ વાહનો તેમજ ૨૨ ડોક્ટરો ઘાયલ પક્ષીઓની સારવાર માટે ફરજરત રહેશે. સમગ્ર જિલ્લામા ૮૦ સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે. આ અભિયાનમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને તેના ૨૪૧ સ્વયંસેવકો જોડાયેલ છે. આ ઉપરાંત ટોલ ફ્રી નં.૧૯૬૨ નો સંપર્ક કરી શકાશે. ભાવનગર શહેરી વિસ્તારમા ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ નંબરો નોંધી રાખો એન. ટી. ગોહિલ (વન વિભાગ) ૮૦૦૦૬૩૧૫૩૧, ઘોઘા સર્કલ વિસ્તારમા દેવાંગ પરમાર- ૯૫૧૦૪૫૬૪૫૬, ભરતનગર વિસ્તારમા વિપુલ વાઘેલા- ૯૩૭૬૭૦૮૦૯૦, ચિત્રા વિસ્તારમા રાજુ બગોદરા- ૯૫૫૮૬૨૬૨૬૬, જવેલ્સ સર્કલ વિસ્તારમા હર્ષ મકવાણા- ૮૨૦૦ ૩૩૮૯૭૧, સુભાષનગર તેમજ રાણીકા વિસ્તારમા અક્ષય કલીવડા- ૯૫૮૬૧૦૨૦૧૦ અને કાળીયાબીડ વિસ્તારમા જીતુ સોલંકી- ૯૯૨૪૭૦૪૧૩૫.

Previous articleફિલ્ડ આઉટરિચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જનસંપર્ક કાર્યક્રમ યોજાયો
Next articleસુરતમા સમસ્ત ઠુમ્મર પરિવારનો ૧૮ મો સ્નેહમીલન સમારોહ તેમજ વિધ્ધાથીઁઓનો સન્માન સમારોહ યોજાય ગયો..