ભાવેણાનું આકાશ મકરસંક્રાંતિ પર્વે રંગ-બે-રંગ પતંગોથી છવાઈ : પતંગ રસીકો ઉત્સાહિત

676

ભાવનગર,
મકરસંક્રાંતિ પતંગ પર્વની ઉજવણી કરવા માટે ભાવેણાવાસીઓમાં અનેરો ઉત્સાહ પ્રવૃત્તિ રહ્યો છે તેની સાથો સાથ પતંગ રસીયાઓએ રંગ-બે-રંગી પતંગો-માંજા ખરીદી લીધા છે. તેમજ અગાસી ધાબાઓ ડીજે સાઉન્ડ સાથે સજાવી દિધા છે. પતંગ પર્વની ઉજવણીમાં યુવાનો બાળકો વૃધ્ધોમાં ભારે ઉત્સાહ છવાયો હતો.

 

મકરસંક્રાંતિના દિવસે ભાવેણાનાં નભ મંડળમાં રંગ-બે-રંગી પતંગોથી છવાઈ હતા. પતંગ રશીયાઓ પોત-પોતાની અગાસી ધાબામાં સાઉન્ડ સિસ્ટમ મુકી પતંગ પર્વની ઉજવણી કરી હતી. તેમજ અલગ અલગ પ્રકારનાં બ્યુગલ પણ ખરીદયા છે. તેમજ પતંગોમાં પણ અલગ અલગ પ્રકારની વેરાયટીઓ જાવા મળી છે.

અવનવી વેરાયટી સાથે ભાવેણાવાસીઓ મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. તદ્‌ઉપરાંત ખાસ કરીને કાળી શેરડી પણ મકરસંક્રાંતિમાં ખરીદવામાં આવે છે. તેમજ તલ, મમરા, શિંગ અને દાળીયાની ચીકીની ભાવેણાની ગલીએ ગલીઓમાં સુગંધ પ્રસરી ગઈ છે.

મકરસંક્રાંતિનાં દિવસે લોકો વહેલી સવારથી જ અગાસી ધાબા પર ચડી જશે અને રંગ-બે-રંગી પંતગો ચગાવીય હતા અને મ્યુઝીકનાં સથવારે ભાવનગરમાં કાપ્યો છે નો નાદ ગુજી ઊઠીયુ હતું. તદ્‌ઉપરાંત ટોપી-ગોગલ્સની ખરીદી પણ થઈ ગઈ છે. ભાવેણાનાં નભમંડળમાં રંગબેરંગી પતંગો છવાઈ ગયા હતા. ભાવનગરમાં મકરસંક્રાંતિની ઉજવણી માટે યુવા હૈયાઓમાં ભારે થનગનાટ જાવા મળી રહ્યો છે.

તદ્‌ઉપરાંત પતંગ પર્વની ઉજવણી માટે શોસ્યીલ મીડીયામાં ચિ.પતંગ-ચિ.દોરીનાં નામની કંકોત્રીઓ પણ એક બીજાને મોકલી ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે. મકરસંક્રાંતિનાં દિવસે ભાવેણાનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ હતું.

Previous articleશહેરમાં બજરંગદાસ બાપની પુણ્યતિથિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
Next articleસિહોર તાલુકાના કનાડ ગામ ના દીકરા એ પોતાના પિતાની આજીવન દોરી કાપી નાખી