છ વર્ષથી ખુન કેસમાં સુરત જેલમાંથી વચગાળાના જામીન પર છૂટી ભાગી છૂટેલા આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી

778

ગુજરાત રાજ્યોની જેલોમાથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૈાડ ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે સુરત શહેરના ઉમરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નંબર ૪૭૦/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૩૦૨ (ખુન) વિગેરે ના ગુન્હાના કામે સુરત લાજપોર જેલમાં રહેલ કેદી નંબર ૧૧૨૪ દીપક સવજીભાઈ ઉનડ રહેવાસી હાદાનગર મોમાઈ માના મંદિર પાસે ભાવનગર હાલ શિહોર રામનગર પ્લોટ વિસ્તાર જી. ભાવનગર વાળાને આજરોજ શિહોર રેલવે ફાટક પાસેથી ઝડપી સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
મજકુર કેદી સને ૨૦૧૧માં સુરત ઉમરા પોલીસ સ્ટેશન ખુન કેસના ફર્સ્ટ ગુ.ર.નંબર ૪૭૦/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૩૦૨ વિગેરે ના મુજબના ગુન્હામાં પકડાયેલ અને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે હતો અને મજકુર આરોપીના હાઈકોર્ટમાંથી વર્ષ ૨૦૧૪ મા વચગાળાની દિન-૧૫ ની રજા મંજુર થયેલ અને રજા પુરી થતા મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને તા.૦૭/૧૧/૨૦૧૪ ના રોજ નાશી ગયેલ હતો જેને આજરોજ એસ.ઓ.જી. પોલીસે પકડી પરત સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે ૧૦ દિવસ પૂર્વે એસ.ઓ.જી. પોલીસે બળાત્કારના ગુન્હામાં તથા ચોરીના ગુન્હાના રાજકોટ જેલમાંથી પેરોલ/ફર્લો જંપ કરી ગયેલ બે (૨) આરોપીને ભોપાલ તથા ભાવનગર માંથી ઝડપી પાડી રાજકોટ જેલમાં પરત મોકલી આપેલ હતો અને આજરોજ ખુન કેસના જેલમાંથી જામીન મેળવી ફરાર થયેલ વધુ એક આરોપીને ઝડપી પાડેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ, હરેશભાઈ ઉલવા, પ્રદીપસિંહ ગોહિલ, તથા પો.કોન્સ. ચંદ્રસિંહ વાળા, મનદીપ સિંહ ગોહિલ તથા ડ્રા.પો.કો.ભગીરથસિંહ રાણા જોડાયા હતા.

Previous articleભાવનગર મહિલા પોલીસ સ્ટેશનના શારીરીક તથા માનસીક ત્રાસના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી ઝડપાયો
Next articleઘોઘા પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો