ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં મારા મારીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી

0
511

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે ગંગાજળીયા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન. ૨૧૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪, આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી),એ, ૨૭ મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.૨૦ રહેવાસી હરિઓમનગર, પ્લોટ નં. બી/૪૯૮૮ કાળીયાબીડ ભાવનગર વાળાને ગંગાજળીયા તળાવ શાક્માર્કેટ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા તથા મનદીપસિંહ ગોહિલ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here