ભાવનગર સહિત ચાર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને ઝડપી લેતી ભાવનગર એસઓજી

646

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડના ધ્યાને એવી હકિકત આવેલ કે, ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લામાં પ્રવેશ કરે છે અને છાની છુપી રીતે રહે છે, તેવી હકિકત મળતા આવા તડીપાર ઇસમોને ઝડપી પાડવા જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ
જે સુચના આધારે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ,અમદાવાદ શહેર/ગ્રામ્ય જીલ્લામાંથી છ માસ સુધી તડીપાર થયેલ ઇસમ વિનુભાઇ મંગાભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ રહેવાસી ખરકડી રોડ ગામ વાળુકટ તા. ઘોઘા જી.ભાવનગર વાળાને તેના ઘરે વાળુકટ તા. ઘોઘા ખાતેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. બાવકુદાન ગઢવી તથા હરેશભાઇ ઉલવા તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ જોડાયા હતા

Previous articleગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં મારા મારીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી
Next articleઅમરેલી જીલ્લાના વંડા પોલીસ સ્ટેશનના અનડીટેકટ મારામારીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમ ઝડપાયો