રબ્બર ફેકટરી પાસે આવેલ કિશન એર્પાટમેન્ટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર એલસીબી

582

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારો આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો ભાવનગર શહરે વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતા. દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,રૂપાણી સર્કલમાં આવતાં ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે ભાવનગર ઘોઘાસર્કલ મશહુર જ્યુશ સામે રોડ ઉપર એક ઇસમ જાડીયો તથા ઉભા વાળ ઓળાવેલ તથા શરીરે રાખોડી કલરનો આખી બાંય નો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.અને તેની પાસે ચોરીના દાગીના છે.અને તે વહેચવાની ફીરાકમાં છે તેવી હકીકત મળતા પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ આવતા ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ મળી આવતા જેથી તુરતજ તેને પકડી લઇ નામ સરનામું પુછતા પોતે પોતાનું નામ દિક્ષેશભાઇ ઉર્ફે લાલો ધીરજલાલ મકવાણા /દરજી ઉવ. ૩૬ રહે.પ્લોટ નં.૯૦૧/એ.મુની ડેરી પટેલ પાર્ક નાગર સોસાયટીની સામે ભાવનગર વાળો હોવાનું જણાવેલ તેની અંગજડતી કરતા તેના પેન્ટ ના ખીસ્સા માંથી પ્લાસ્ટીકની લાલ કલરની અને પારદર્શક ઢાકણા વાળી એક ડબ્બી મળી આવેલ જેમાં જોતા જેની અંદર એક પીળી ધાતુની વીટી તથા એક જોડી કાનમાં પહેરવાની પીળી ધાતુની બુટ્ટી મળી આવતા જે બંન્ને વસ્તુ સોનાની હોવાનું જણાતા જેથી મજકુર પાસે સોનાના દાગીના અંગેના આધાર પુરાવા કે બીલ માંગતા નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ને આ દાગીના કોના છે અને ક્યાંથી મેળવેલ છે.તે બાબતે પુછતા ફર્યુ ફર્યુ જણાવેલ અને કોઇ સંતોષ કારક જાવાબ આપેલ નહી અને આ દાગીના તેઓ પોતાના હોય તો તે બાબતેના પણ આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમે આ દાગીના ચોરી અગરતો છળ કપટ થી મેળવેલ હોવાનું જણાયેલ દાગીના જોતા જેમા (૧) એક વીંટી વચ્ચે દીલ તથા આજુ બાજુમાં બે પાંદડા ની ડીઝાઇન વાળી સોનાની વીટી જેનુ વજન ૫ ગ્રામ ૧૧૦ મીલી ગ્રામનું થયેલ તેની આશરે કી.રૂ.૧૦૦૦૦/- (૨) કાનમાં પહેરવાની સર વાળી તથા ડાઇમંડ વાળી બુટ્ટી જોડ એક (નંગ-૨) છે જેનું વજન કરાવતા ૪ ગ્રામ ૦૧૦ મીલી ગ્રામ નું થયેલ તેની આશરે કી.રૂ.૮.૦૦૦/- મળી કુલ કિઃ.રૂ.૧૮૦૦૦/-નો મોદ્દામાલ શકપડતી મિલકત ગણી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ અને મજકુર ઇસમને સી.આર.પી.સી.ક.૪૧,(૧),ડી ધોરણસર અટક કરેલ છે.મજકુર ઇસમની આ અંગે વધુ પુછપરછ કરતાં અને કબુલાત કરેલ કે ભાવનગર રબ્બર ફેક્ટરી પાસે તન્ના ટ્રાવેલ્સ ની બાજુમાં કિશન એપાર્ટમેન્ટ માં દસેક દીવસ પહેલા બપોરના એક વાગ્યાના સમયે એક બંધ મકાનના દરવાજે ખાલી આગળીયો મારેલ હતો તે ખોલી ઘરમાં જઇ ટેબલના ખાના માંથી આ દાગીના ની ચોરી કરી લઇ લીધેલાનું જણાવેલ જેથી આ અંગે રેકડ ઉપર ખાત્રી કરતા ઘોઘારોડ પો.સ્ટે.ફ.ગુન્હા નંબર ૦૧૨૨/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૪૫૪,૩૮૦,મુજબ ગુન્હો દાખલ થયેલાનું જણાઇ આવેલ જેથી આગળની કાર્યવાહી માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ને સોપી આપેલ છે.આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ.ભૈપલસિંહ ચુડાસમા તથા ધનશ્યામભાઇ ગોહિલ તથા રાજપાલસિંહ સરવૈયા તથા સાગરભાઇ જોગદીયા તથા પો.કોન્સ.જયદિપસિંહ ગોહિલ તથા સંજયભાઇ ચુડાસમા તથા વિઠ્ઠલભાઇ બારેય તથા ઇમ્ત્યાઝખાન પઠાણ તથા મહેન્દ્રભાઇ વિગેરે સ્ટાફના માણસો જોડાયેલા.

Previous articleઓમકાર ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ રંઘોળાના આચાર્યાશ્રીની કોમ્પ્યુટર વિજ્ઞાનમાં શૈક્ષણિક સિદ્ધિ
Next articleભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 379મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ