પ્રજાસતાક દિન ની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવેલ છે. આ ત્રિરંગા યાત્રા ને ગુજરાત આ પ્રસંગે શહેર/જીલ્લાના પ્રભારી મહેશભાઈ કસવાલા, વિભાવરીબેન દવે, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, મેયર મનહરભાઈ મોરી, વિગેરે ઉપસ્થિત રહેશે.
આ ત્રિરંગા યાત્રા શહેરના નિલમબાગ સર્કલ થી પ્રસ્થાન થઈ, શહેર ભાજપ કાર્યાલય, માજીરાજ ગેસ્ટ હાઉસ, પાનવાડી, જશોનાથ સર્કલ, જીલ્લા પચાંયત, ભાવનગર મહાનગર પાલિકા, કાળાનાળા સંતકવરામ ચોક, માધવ દર્શન, રબ્બર ફેકટરી કબ્રસ્તાન રોડ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદાર નગર સર્કલ ખાતે પુર્ણ કરવામાં આવી હતી.આ ત્રિરંગા યાત્રામાં કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
















