અનુભવના ઓટલે અંક: ૪૬ પરાક્રમ

749

જરા હટકે એટલે પરાક્રમ,બીજા શબ્દોમાં કહુ તો હિંમત, ઉત્સાહ, કશુંક કરવાની ભાવના અને કર્મનિષ્ઠાનો સરવાળો એટલે પરાક્રમઢીલાપોચા લોકોનું  કામ નથીપરાક્રમ માત્ર રણમેદાનમાં કરવામાં આવતું કર્મ નથીતે કરુણાનું ઝરણું પણ છેઆવું ઝરણું કોઈ પહાડમાંથી નીકળી આવતું નથીતેનું મૂળ ધબકતા હૄદયમાં આવેલું હોય છેજેના હ્રદયમાં બારે માસ સંવેદનાનું સરોવર હિલોળા લેતું હોયતેમના હ્રદયમાંથી પરાક્રમોનું ઝરણું,સંસારભૂમિ પર પોતાની કરુણાનું જળ પાથરી તેને ફળદ્રૂપ બનાવવા વિશાળ મહાનદીનું સ્વરૂપ ધારણ કરી નીકળી પડે છેઆવું ઝરણું સંવેદનાથી વંચિત રહી ગયેલા,પીડિતોને પોતાના નિર્મળ જળ વડે તૃપ્ત કરી દે છે.પરાક્રમી લોકો સમયનું દાન આપતાં જરા પણ ખચકાતાં નથીનદીની જેમ પોતાનો ધર્મ બજાવા કર્મનિષ્ઠ લોકો હજારો કિલોમીટરની યાત્રા પણ કરતાં હોય છેઆપણા દેશમાં આજકાલ સંસારનો વૈભવ પાથરવાની હોડ ચાલે છેએટલું જ નહિ પોતાના કદમાં રાતોરાત વૃદ્ધિ કરવા અનેક લોકો મથામણ કરતા રહે છેઆવા દંભી લોકોનો દેશમાં તૂટો નથીતેથી સાચી કરુણા જેના દિલમાં હિલોળા લે છેતેવા બે મહાનુભાવોનો પરિચય અહીં આપ સૌને કરાવાનું મને મન થાય છે.

શ્રી કીર્તિભાઈ શાહ જન્મ  માર્ચ ૧૯૫૮, મૂળ વતનદેવગાણા, તાલુકો સિહોરજિલ્લો ભાવનગર. શિક્ષણ સનાતન ધર્મ હાઈસ્કૂલ ભાવનગરપિતા શાંતિલાલની છત્રછાયા ઝૂંટવાઈ જતા પરિવારની આર્થિક જવાબદારી તેમના શિરે આવી પડીનાની વેપારી પેઢીમાં નોકરીમાં જોડાઈ તેઓએ જવાબદારી સુપેરે અદા કરવાનું શરૂ કર્યુંપાછળથી અરિહંત શોપ ભાવનગરમાં શરૂ કરીદરમિયાન શ્રી કીર્તિભાઈ શાહે ૧૬ નવેમ્બર ૧૯૮૪નાં રોજ સરોજબહેન સાથે પ્રભુતામાં પગલાં પાડયાંસરોજબહેનનો સાથ ડગલે ને પગલે કીર્તિભાઈના દરેક કાર્યોમાં મળવા લાગ્યોત્યારબાદ કુટુંબની જવાબદારી વધતા ૧૨ જાન્યુઆરી ૧૯૮૯ માં કીર્તિભાઈ મીરાંરોડ મુંબઈ વ્યવસાય અર્થે સ્થાપિત થયાઇમિટેશન જ્વેલરીના વ્યવસાયમાં તેમને ઠીકઠીક સફળતા પણ મળીસામાન્ય રીતે પરિવારથી વિખૂટો પડેલો માણસ તેના સ્વભાવ મુજબ પરિવારને ભૂલી જતો હોય છેપરંતુ કીર્તિભાઈમાં આવું  બન્યુંતેમણે પરિવારના સભ્યોને મુંબઈમાં સ્થાયી કરવા એક પછી એકને પોતાના ઘરે રાખી મદદ કરવાનું શરૂ કર્યુજેનો લાભ તેના ભાણેજ પરિવારે વિશેષ ઉઠાવ્યો છેજેના કારણે કીર્તિભાઈનું નીકનેમ મામા પડી ગયું છેમુબઈમાં અનેક લોકો કીર્તિભાઈને મામા તરીકે ઓળખે છે.શ્રી કીર્તિભાઈ સંવેદનાનું સરોવર છેતે સરોવરમાં જેને સ્નાન કરવાનો મોકો મળે છે, તે ધન્ય થઈ જાય છેતેના પરિચયમાં આવેલો કોઈ પણ માણસ સેવાયજ્ઞનો સમ્રાટ બની જાય છેસેવાના કાર્યમાં જોડાય,પોતાનું યથાયોગ્ય યોગદાન આપવા લાગે છેતેમાના કેટલાંક કર્મનિષ્ઠ લોકો તો સેવાનું સિંહાસન પ્રાપ્ત કરી લે છેતેથી હું શ્રી કીર્તિભાઈ શાહને સેવાના પારસમણિ તરીકે ઓળખું છુંકારણ કે પારસમણિ ભલે લોખંડનેપોતાની શક્તિ વડે સુવર્ણ ધાતુ બનાવી શકતો હોયઅથવા તો પારસમણિના સંસર્ગથી લોખંડનું મૂલ્ય ભલે અનેકગણુ વધી જતું હોય,પણ કીર્તિભાઈના સંસર્ગમાં આવેલા માણસનો તો બેડોપાર થઈ જાય છેકીર્તિભાઈ તેમના પરિચયમાં જે કોઈ આવે છે તેને સેવાનો રંગ લગાડી દે છેસેવાની ધૂન તેમના મુખે ચોમેર ગુંજી ઊઠે છે:

તું રંગાઈ જા ને રંગમાં, સેવા કામતણા સત્સંગમાં,

તું રંગા જા ને રંગમાં,

આજે જાવું,કાલે જાવું,

પ્રાણ નહિ રે તનમાં,તું રંગાઈ જા ને રંગમાં.

સેવા તારી ઊગી જાશે,ફિકર નહિ રે મનમાં,

તું રંગાઈ જા ને રંગમાં

પદના શબ્દો શ્રી કીર્તિભાઈ શાહના સંપર્કમાં આવેલા પ્રત્યેક વ્યક્તિનું જીવન બની જાય છે તેવું સૂચવે છે. કીર્તિભાઈએ પોતાનો સેવામંત્ર ચરિતાર્થ કરવા મુંબઈમાં અનમોલ ગ્રૂપની સ્થાપના કરી છેતેમાં તેમનું મોટું મિત્રવર્તુળ અને તેમના ભાણેજો જોડાયા છે.અનમોલ ગ્રૂપના તમામ મિત્રો ફ્રેંડશિપ દિવસની અનોખી ઉજવણી કરવા  ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ અમારી સંસ્થા શ્રી કૄષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં,પ્રજ્ઞાચક્ષુ બાળકોને પ્રેમના પવિત્ર જળ વડે શુદ્ધ કરી તરબતર કરવાઆનંદની હેલી બની આવી પહોંચ્યા હતાશ્રી કીર્તિભાઈ અને અનમોલગ્રૂપ મુંબઈ, સંસ્થા સાથે સેતુ બની જોડાયા છેભગવાન રામચંદ્રની વાનરસેના સેતુ વડે સમુદ્ર પાર કરી શકી હતીતેમ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકો જીવનરૂપી સમુદ્ર  મિત્રતાના સેતુ વડે પાર કરી લેશે તેવી મને શ્રદ્ધા છે૧૯૩૨માં સ્થપાયેલી સંસ્થાના ભવનને રંગરોગાન અને રિનોવેટ કરવાની જરૂર હતીછેલ્લા ઘણાં સમયથી તેના માટે અમો પ્રયાસ કરી રહ્યા હતાસફળતા મળતી નહોતીકીર્તિભાઈનું શાળામાં આગમન થતાં  અનમોલગ્રૂપે તે કામ ઉપાડી લીધું છેસંસ્થાની શકલ બદલાય રહી છેલગભગ ૫૦ લાખનો ખર્ચ હોવા છતાં કોઈપણ ચિંતા કર્યા વિના ભવનને અદ્યતન બનાવવા વીજળીવેગે કામ ચાલે છે.કામની દેખરેખ અને આયોજન માટે મને ટેકો કરવા કીર્તિભાઈ અને અમારા ભરતભાઈ પ્રતાપરાય મથુરિયા,આઠદસ દિવસે નિયમિત રીતે ભાવનગર આવતા રહે છે. ભરતભાઈ મુંબઈમાં ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા છેમુંબઈમાં તેમને ખૂબ મોટા કોન્ટ્રાક્ટ મળે છેછતાં ખૂબ  વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી શાળાને નવપલ્લવિત કરવા પોતાના ખર્ચે એક પણ પાઈ કમાવાની અપેક્ષા વિના ભાવનગર આવવાનું ચૂકતા નથી.મારી દ્રષ્ટિએ  સાચું પરાક્રમ છેનિ:સ્વાર્થભાવે કરેલું કોઈ પણ કાર્ય પરાક્રમથી જરાઈ ઉતરતું નથીકોઈ  કરી શકે તેવું કાર્ય કરવા આગળ આવવું એટલે  પરાક્રમજરા હટકે એટલે બીજાથી તદ્દન અલગ દિશામાં પોતાના કદમ ઉપાડી નિ:સ્વાર્થ કર્મયજ્ઞ આદરવોઅન્યના વિકાસના દ્વાર ખોલવા ભરતભાઈ અને કીર્તિભાઈનું કર્મ પણ પ્રજ્ઞાચક્ષુ બાળકોના ઉજાસનું આયામ બની ગયું છે. ભરતભાઈ પણ મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામના વતનની છેપણ શ્રી ભરતભાઈના વડવાઓ વ્યવસાય અર્થે મુંબઈમાં વર્ષોથી સ્થાયી થયા છે૧૯૫૫ માં દસમી ઓક્ટોબરના રોજ શ્રી ભરતભાઈનો જન્મ મુંબઈમાં  થયો હતો. ભરતભાઈ અનુભવી આર્કિટેક છેતેથી સંસ્થાને રિનોવેશન અને રંગરોગાનના કાર્યમાં ઘણો મોટો ફાયદો થશેસામાન્ય રીતે મોટી રકમ આપીને પણ આવા માણસની સેવા મળી શકતી નથીપણ કીર્તિભાઈના પરિચયના કારણે ભરતભાઈ જેવી વ્યક્તિની સેવાનો સંસ્થાને લાભ મળ્યો છેહું શ્રી ભરતભાઈ અને શ્રી કીર્તિભાઈને સેવાયજ્ઞમાં જોડાવા બદલ ધન્યવાદ પાઠવું છું. ભરતભાઈ મથુરિયા બાંધકામ ક્ષેત્રના અનુભવી આર્કિટેક હોવાથી રાજ્યની સૌથી જૂની એવી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, ભાવિ પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે ગુજરાતની આદર્શ સંસ્થા પુરવાર થશેભૌતિક અને શૈક્ષણિક રીતે વિસ્તરેલી શાળા પ્રજ્ઞાચક્ષુ લોકોના શિક્ષણની નવી દિશાઓ ખોલશેવર્ષો સુધી નેત્રહીન બાળકો અને વિકલાંગોના શિક્ષણ,રોજગાર,તાલીમ અને પુન:સ્થાપનના ક્ષેત્રે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લો દેશનું આદર્શ કેન્દ્ર બની પોતાની પ્રવૃતિઓના પ્રકાશ વડે નવો રાહ ચીંધશે તેવી મને શ્રદ્ધા છેવર્ષોથી હું મારું  સપનું જોઉં છુંમારુ સપનું સાકાર કરવા હું દિવસરાત કાર્ય કરતો રહું છું.

 કીર્તિભાઈ શાહ અને ભરતભાઈ મથુરિયા જેવા અનેક મહાનુભાવો મારા કાર્યને ટેકો કરી રહ્યા છે૨૫ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ મુંબઈ પ્રબોધન ઠાકરે નાટ્યમંદિરમાં યોજાયેલ “બંધ આંખે પ્રગતિની પાંખે સંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શકોને ઉદ્દેશીને મેં સંસ્થાના ભવનને રિનોવેટ કરી રંગરોગાન કરવાની જરૂર છેતેવી વિગત આપી લોકોને તે માટે ટેકો કરવા અપીલ કરી હતીતેને સભાખંડમાં બિરાજમાન લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતોઉપસ્થિત લોકો ચોમાસાના વરસાદની જેમ વરસી પડ્યા હતારિનોવેશનનું કામ પૂર્ણ થઈ શકે તેટલું ફંડ મળવા છતાં તેનો યોગ્ય ફાયદો પ્રજ્ઞાચક્ષુ બાળકોને થાયતેવા સલાહકાર આર્કિટેકની પણ જરૂર હતીસેવાના સૂત્રધાર ભરતભાઈ અમારી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર સંચાલિત શાળા વિકાસ મુંબઈ કમિટી માં જોડાતા,અમારું કાર્ય સરળ થઈ ગયું છે.ભરતભાઈ રિનોવેશન કાર્યનું નેતૃત્વ લઈનિયમિત રીતે સંસ્થાની મુલાકાત લેતા રહે છેકામ કરતા કારીગરો અથવા કોન્ટ્રાકટરોને તેઓ માર્ગદર્શન કરતા રહે છેશાળાની મુલાકાત દરમિયાન પોતે કોઈ વૈભવી સગવડનો આગ્રહ રાખતા નથીતેમ છતાં બાળકોની એક પણ સવલતમાં નીચું જોખવા તૈયાર હોતા નથીબાળકોને દરેક સારી સગવડ મળે તેવી ખાસ કાળજી રાખે છેમાત્ર પાંચથી  કલાક માટે માર્ગદર્શન  કરવા તેઓ છેક મુંબઈથી ભાવનગર લગભગ ૬૦૦ કિલોમીટરની મુસાફરી કરી કોઈપણ આર્થિક ફાયદા વિના સમયાંતરે આવતા રહે છેમારી દ્રષ્ટીએ  એક પ્રકારનું પરાક્રમ છે.

ભરતભાઈની કર્મનિષ્ઠાને શબ્દમાં આલેખવી લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છેતેમની વિદ્વત્તાનું વર્ણન કરવા કોઈ શબ્દચિત્ર આલેખવું તેનાથી પણ વધુ દુષ્કર છે.

શબ્દ બિચારો શું કરે?

ભાષા ગોથા ખાય છે.

ઝગમગ માણસ તેની શોધમાં,

ઠાલો ભૂરાયો થાય છે!

સેવાના ચમકતાં મોતી ગોતી લેવા ઈશ્વર મને શક્તિ આપજેહું તેને શોધવા સમર્થ નથીમારી પાસે નથી શબ્દ કે નથી ભાષાહું પોતે વામણો અર્થાત પામર છુંહું શું શોધવાનો હતોહે ઇશ્વર, તું દયાળુ છોપરગજુ લોકોના કાર્યને શબ્દદેહ આપવા મને સહાય કરહે દયાના સાગર, તારી આશાના ભરોસે બેઠો છુંસંસારસાગરના વમળો બની આવતા તોફાનો વચ્ચે પણ પ્રભુ તને દીવાદાંડી સમજી કાયારૂપી નાવ મારી અંતર કાપતી રહે છેસંસારસાગરનું અંતર ખાળવા તારી કૃપા મારી નાવને ઊર્જા આપે છેઉમંગની ઉષા જીવનપ્રદેશને ઉજાસ આપતી રહે છેપરિણામે હું કર્મનિષ્ઠ પ્રતિભાને પારખી લઈ તેને સેવાના આંગણે આવકારતો રહું છુંસેવાના પટાંગણને સજાવતો રહું છુંસેવાનું પ્રાંગણ પ્રજ્ઞાલોકનું આભૂષણ બની ગયું છેતેને પ્રજ્ઞાચક્ષુઓનાં શિક્ષણની શોભા કહી શકાયતેની શોભાનો વૈભવ મારા ઉમંગની ઉષા બની અંતરપ્રદેશને ઉજાળતો રહે છેતેના પ્રકાશ વડે હું મારા કાર્ય પ્રદેશને ગતિમાન રાખું છુંતેના પરિણામે સેવાના સિતારા ખોળી શકું છું.શ્રી ભરતભાઈ મથુરિયા અને શ્રી કીર્તિભાઈ શાહ સેવાપ્રદેશના ચમકતા સિતારા છેતેમના કાર્યની નોંધ આપવી ગાગરમાં સાગર સમાવવા જેવું કામ છેબંને મહાનુભાવોની પ્રતિભાથી અંજાઈ,હું એટલું  કહીશત્રેપન વર્ષની યાત્રામાં પહેલીવાર શડજપંચમના સૂરનો સંવાદ મેં માણ્યો છેસેવાની સૂરાવલીના નાદે હું મીરાંની જેમ નાચી રહ્યો છું.

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે,

લોગ કરે મીરાં હાંસી રે

મારા મનની હાલત પણ મીરાં જેવી  થઈ ગઈ છેરાતદિવસ શાળાના સપનાં જોયા કરું છુંએકએક સિતારાની શોધ કરતો રહું છુંજરા હટકે પરાક્રમની પહેલી શરત છેતેથી મારે પણ તેની કાળજી તો રાખવી  પડે ને? પરાક્રમ રણમેદાનનું સાહસ ભલે ગણવામાં આવતું હોયસેવા પણ એક રણમેદાન છે મેદાનમાં લડતો માણસ પણ યુદ્ધ સંગ્રામનો વીર સૈનિક છેતે કરુણાપ્રદેશનો મહાવીર પણ છેગીતાનો જ્ઞાતા કૃષ્ણ પણ છે.

પરાક્રમના મોર્ચે લડતા દરેક માનવને પ્રભુ શીશ નમાવી વંદું છું.

તેનું કલ્યાણ કરવા પ્રભુ,પાય પડી પ્રાથું છું

લેખક:- લાભુભાઈ ટી.સોનાણી

Previous articleભાવનગરના રાજપરા ટાણા ગામના નૌકાદળની ટ્રેઇનિંગ પરી કરી પરત ફરતા સન્માન સમારોહ યોજાયો
Next articleરક્તપિત્ત નિર્મૂલન અંગે ‘આશા ફ્લીપ બુક’નું વિમોચન