હવે આલિયા ભટ્ટ સડક-૨ ફિલ્મને લઇને ખુબ ખુશ છે

582

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરી રહેલી આલિયા ભટ્ટ યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે બની રહી છે. હાલમાં તે આદિત્ય રોય કપુર સાથે પોતાના હોમ પ્રોડક્શનની વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મ સડકના નવા ભાગને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મ ૨૦મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. હોમ પ્રોડક્શનની ફિલ્મને લઇને તે ખુબ ખુશ છે. તેની પાસે અન્ય કેટલીક ફિલ્મો છે જેમાં આરઆરઆરનો સમાવેશ થાય છે. ગંગુબાઇ નામની ફિલ્મ પણ તે કરી રહી છેે. હાલમાં તેની તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ છે. તેની તમામ ફિલ્મો તરફ લોકોનુ ધ્યાન ખેંચાયુ છે. જેમાં રાજી, ગુલ્લી બોય, કલંક ફિલ્મનો સમાવેશ થાય છે. તેની પાસે મોટી સંખ્યામાં ફિલ્મો ઉપરાંત અનેક જાહેરાતમાં પણ કામ કરી રહી છે. તે હાલમાં ચાર ફિલ્મો હાથમાં ધરાવે છે. હાલમાં રણબીર કપુર સાથે ડેટિંગ કરી રહેલી આલિયા ભટ્ટ તમામ નવી ફિલ્મોને લઇને આશાવાદી છે. તેની પાસે અન્ય ઓફર પણ આવી રહી છે. તેનાથી પ્રભાવિત રહેલી યુવા અભિનેત્રીઓમાં અક્સરાનો પણ સમાવેશ થાય છે. અભિનેત્રી અક્સરા હસન માને છે કે તેની સામે સૌથી મોટી સ્પર્ધક તરીકે આલિયા ભટ્ટ છે. તેનુ કહેવુ છે કે એક અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટથી તે પ્રભાવિત પણ છે. સાથે સાથે તેને તે પડકારરૂપ પણ ગણે છે. અકસરાએ કહ્યુ છે કે સ્ટુડન્ટ ઓફ ધ યર નામની આલિયાની પ્રથમ ફિલ્મથી જ તે તેને ઓળખે છે. એક અભિનેત્રી તરીકે તે જે રીતે આગેકુચ કરી રહી છે તેના કારણે તે ખુબ ખુશ છે. સાથે સાથે ઓન સ્ક્રીન તે ખુબ ખુબસુરત પણ દેખાય છે.તે જન્મજાત અભિનેત્રી તરીકે છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા કમલ હાસનની અને સારિકાની પુત્રી ૨૫ વર્ષીય અક્સરા હસને શમિતાભ નામની ફિલ્મ સાથે કેરિયરની શરૂઆત કરી હતી.

Previous articleશેઝ પ્રજાસત્તાક અને ઉઝબેકિસ્તાન રાષ્ટ્રના રાજદૂતોએ સૌજ્ન્ય મુલાકાત કરી
Next articleવધી રહેલ લોકપ્રિયતા વચ્ચે કૃતિ પાસે કેટલીક ફિલ્મો છે