આદિત્ય અને દિશા પટનીની મલંગ ફિલ્મ આજે રજૂ થશે

963

યુવા પેઢી જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે મોહિત સુરીની મલંગ ફિલ્મ આવતીકાલે શુક્રવારના દિવસે રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને દિશા પટનીની મુખ્ય ભૂમિકા છે. સાથે સાથે અનિલ કપૂર અને કૃણાલ ખેમૂ પણ ચાવીરુપ ભૂમિકા અદા કરી રહ્યા છે. ફિલ્મને જોરદાર પ્રતિસાદ ટ્રેલર રજૂ કરવામાં આવ્યા બાદથી જ મળી રહ્યો છે. ફિલ્મના ગીતો પણ પહેલાથી જ સફળ સાબિત થઇ રહ્યા છે. ફિલ્મના ગીત લોકપ્રિય થયા બાદ ફિલ્મને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. મોહિત સુરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ ટી સિરિઝના ભુષણ કુમાર અને કિશનકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. મલંગ ટીમના સંદર્ભમાં વાત કરતા ફિલ્મ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, આ ફિલ્મ તમામ ચાહકોને પસંદ પડશે. અભિનેતા અનિલ કપૂરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, આ ફિલ્મમાં તેની ઇચ્છા કૃણાલ ખેમૂની ભૂમિકા અદા કરવાની હતી પરંતુ તેને આ રોલ મળ્યો નથી. બીજી બાજુ આશિકી-૨ સાથે પોતાની કેરિયરની શરૂઆત કરનાર આદિત્ય રોય કપૂર પ્રથમ વખત ફિલ્મમાં એક્શન રોલમાં નજરે પડી રહ્યો છે. આદિત્ય રોય કપૂરે પણ કહ્યું છે કે, મોહિત સુરીની આ ફિલ્મ વેલેન્ટાઇન ડેના દિવસોમાં તમામ લોકોને પસંદ પડશે. ફિલ્મના સંબંધમાં વાત કરતા આદિત્ય રોય કપૂરે કહ્યું છે કે, ફિલ્મમાં દિશા પટની સાથે તે પ્રથમ વખત કામ કરી રહ્યો છે. દિશા પટની યુવા પેઢીમાં પહેલાથી જ ખુબ લોકપ્રિય તરીકે છે. સોશિયલ મિડિયા પર તે હંમેશા છવાયેલી રહે છે. સલમાન ખાન સાથે સતત બે ફિલ્મોમાં રોલ કરી રહી છે. આવી સ્થિતિમાં તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા ચાહકો

Previous articleરાષ્ટ્રીય એકતા મંચ દ્વારા CAA ના સમર્થનમાં વિશાલ રેલી યોજાઈ
Next articleકુછ કુછ હોતા હેની રીમેકમાં રણવીર સિંહ રહેશે : રિપોર્ટ