દૃઢ આશરો-સાધુ સર્વકુશલદાસ(વચનામૃત : જીવનમાર્ગદર્શક– ૪૨ )

722

દુનિયામાંપાંચપ્રકારનાબળછે.-શરીરબળ, બુદ્ધિબળ, મનોબળ, આત્મબળ, પરમાત્મબળ.આપાંચેયબળોમાંપરમાત્મબળ-ઇષ્ટબળસર્વશ્રેષ્ઠછે.પુરાણોમાં એવા અનેક પ્રસંગો પ્રાપ્ત થાય છે. જેમાં મુમુક્ષુએ માત્ર ભગવાનના બળથી જ સફળતા અને જીત મેળવી હોય. એટલે જ પરમાત્મબળઅર્થાત્ભગવાનનોઆશરોશ્રેષ્ઠછે.

નારદજીધ્રુવનેકહેછેકે;

“જેપુરુષપોતાનુંધર્મ, અર્થ, કામઅનેમોક્ષરૂપકલ્યાણઇચ્છેછે, તેનોએકમાત્રઉપાયભગવાનનાંચરણકમળનુંસેવનછે.ભગવાનનોઆશરોછે.”(ભાગવત : 4/8/49)

એકકવિએકહ્યુંછેકે;

દુઃખતણોદરિયાવમોટોનહિશકોતરી

શામળીયાનેશરણેજાતાંજાશોઊગરી…

ભીષ્મઅનેદ્રોણાચાર્યરૂપીકિનારાઓવાળી, જયદ્રથરૂપી જળવાળી, શકુનિરૂપીકાળાપથ્થરવાળી, શલ્યરૂપીમગરવાળી, કૃપાચાર્યરૂપીપ્રવાહવાળીકર્ણરૂપીમોંજાવાળી, અશ્વત્થામારૂપીભયાનકમગરમચ્છવાળીઅનેદુર્યોધનરૂપીભમરીવાળીતેરણરૂપીનદીનેપાંડવોતરીગયા, એનું કારણ હતુંપાંડવોનેભગવાનશ્રીકૃષ્ણનોઆશરોહતો.

પંચતંત્રમાંએકવાર્તાઆવેછે, એક વાર એકબકરીજંગલમાંભૂલીપડી. જંગલી પશુઓથી બચવા તેસિંહનાપગલાનેઆશરેબેઠી,તોકોઈજંગલીપશુતેનેકશુંકરીશક્યાનહિ. સિંહ આવ્યો ત્યારે તેને પણથયુંકેમારેઆશરેબેઠેલાને મારાથી કેમમરાય? તેણેબકરીનેહાથીઉપરબેસાડીનેજંગલમાંથીબહારપહોંચાડીદીધી.

એકપ્રાણીનોઆશરોકરવાથીબકરીજંગલમાંથીપારઉતરીગઈ. તોપરમકૃપાળુપૂર્ણપુરુષોતમનારાયણનોઆશરોકરવાથીજીવઆસંસારસાગરપારઉતારેતેમાંશીનવાઈ? વ્યક્તિનેજયારેભગવાનનોઆશરોદૃઢથાયછેત્યારેતેદરેકભયથીમુક્તથઈનિર્ભયબનીજાયછે.

મહાભારતમાંયુદ્ધનેદશદિવસવીતીગયાહતા. પાંડવપક્ષેકોઈપાંડવહજુમરાયોનહતો. જયારે સામા પક્ષે કૌરવસેનાનોકચ્ચરઘાણ નીકળતોહતો. દુર્યોધનેસેનાપતિભીષ્મનેન કહેવાનાવેણકહ્યાં,‘મંદયુદ્ધકરોછો, તમેછાનોછાનોપાંડવોનોપક્ષલોછો,તમેહસ્તિનાપુરસાથેપક્ષપાતકરોછો.’ત્યારેઆવેશમાંઆવીનેભીષ્મપિતામહેપ્રતિજ્ઞાકરીકે “કાલેયુદ્ધમાંઅર્જુનનહિકેહુંનહિ . આવાતનીબધેજખબરપડીગઈ. પાંડવોચિંતામાંહતા. રાતેયુદ્ધવિરામબાદઅર્જુનઘસઘસાટઊંઘતોહતો,શ્રીકૃષ્ણઅર્જુનપાસેઆવ્યાતેનેઆવીરીતેઊંઘતોજોઈતેઓસમજ્યાકેઅર્જુનનેભીષ્મનીપ્રતિજ્ઞાનીખબરનથી, તેમણેતરતતેનેઉઠાડીનેવાતકરી,ત્યારેઅર્જુનેકહ્યુંકેમનેખબરછે; શ્રીકૃષ્ણનેઆશ્ચર્યથયું. તેમણેપૂછ્યું; ખબરછેછતાંતનેઊંઘકેમઆવેછે? ત્યારેઅર્જુનેકહ્યું : ભગવન !આપજાગોછોએટલેહુંઊંઘુંછું.જેમનેઆપનોઆશરોહોયતેનેબીકશાની?ખરેખર, દૃઢઆશરાનાંકારણેઅગિયારમાંદિવસેઅર્જુનનોવાળપણવાંકોનથયો.

માત્ર બાહ્યશત્રુ સામે જ ભગવાનનું બળ ઉપયોગી નથી. પરંતુ તે બળ તો આંતરિક માયિકદોષોને પણ દૂર કરી શકે છે. વચનામૃતજેતલપુરના૧માં ભગવાન સ્વામિનારાયણકહેછેકે, માયાતરવાનોઉપાયએછેકેજેજયારેસર્વકર્મઅનેમાયાતેનોનાશકરનારાનેમાયાથીપરજેસાક્ષાત્કારશ્રીપુરુષોતમભગવાનઅથવાતેભગવાનનામળેલસંતતેમનીજીવનપ્રાપ્તિજયારેથાયછે ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે.

એક બોધકથામાં વાત આવે છે, ગરુડજી એક વખત શિવજીનાં દર્શને આવ્યા. ત્યારે શિવજીનાં ગળામાં રહેલ સાપ ગરુડજીને ફુંફાડા મારવા માંડ્યો..આજોઈગરુડજીએકહ્યું, ‘આતારુંબળનથી, પણશિવજીનુંબળછે, તેથીમારું બળચાલતું નથી, નહીંતરહમણાજતનેખાઈજાઉં,’એમઆપણનેદુઃખઆવેતોભગવાનતથાએકાંતિકસંતનોઆશરોગ્રહણકરવોએટલેકાળ, કર્મઅનેમાયાનુંજોરચાલેનહિ,ને આપણી સર્વ પ્રકારે રક્ષા થાય.

કાશ્મીરમાંવિદ્વાનપંડિતોનીસભામાંઆવનારીહિમવર્ષાવિષયકચર્ચાથતીહતી. તેમાંજ્યોતિષ, ખગોળ-ભૂગોળવિષયનાજાણકારવગેરેતેનીચિંતાકરતાહતા.ત્યારેકાશ્મીરનીસંતકવયિત્રીલલ્લેશ્વરી (૧૩૨૦-૧૩૯૨) કહેછે; ” જોભગવાનનાંશરણેછીએતોચિંતાશાની?

ખરેખર, ભગવાનનોઆશરોથયોછેતેજેવીકોઈવાતજનથી. તેણેકાંઈકરવાનુંબાકીનથી, ભગવાનતોઅધમોદ્વારણ, પતિતપાવનશરણાગતવત્સલછે માટે ભગવાનનો આશરો દૃઢ કરવો..(ક્રમશઃ)

Previous articleભાવનગર શહેરમાં વર્ષો બાદ બ્રહમાકુમારીઝ ભાવનગર દવારા જવાહર મેદાન ખાતે અલવિદા તનાવ શિબિરનું આયોજન
Next articleલોકપ્રિય રણબીર કપુર પાસે ૨૦૨૧ સુધી તો સમય નથી