સાંઢીયાવાડ બામીયાપીરની દરગાહ પાસેથી જુગાર રમતા આઠ ઈસમને રોકડ રૂ.૨૧૪૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા

662

ભાવનગર રેન્જ ના પોલીસ મહાનિરિક્ષક તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ અધિક્ષક ઠાકરની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર તથા ગંગાજળિયા પોલીસ ઇન્સ. ડી.જી.પટેલ સાહેબ ની સૂચના મુજબ સ્ટાફનાં માણસોને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે ગંગાજળિયા સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે સાંઢીયાવાડ બામીયાપીરની દરગાહ પાસેથી જાહેર જગ્યામાં ત્રીન પતી નો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન આઠ ઇસમ જાહેરમાં પૈસા પાના વડે હાર-જીતનો જુગાર રમતા મળી આવેલ છે જે નીચે મુજબ છે
(૧) શરદભાઇ બટુકભાઇ રાઠોડ ઉ.વ.૩૬ રહે. ગુદાળા બેકેલેટની સામે ભાવનગર
(૨) સેષનાથ પારસનાથ ગુપ્તા ઉ.વ.૪૩ રહે મોતીળાવ કાદરી મસ્જીદવાળૉ ખાચો શેરી નં ૩ ભાવનગર
(૩) ઇરફાન ઉર્ફે ઘમો ઇનુસભાઇ માલકાણી ઉ.વ.૩૮ રહે લીંબડીવાળી સડક કંસારા શેરીના નાકે ભાવનગર
(૪) ઇસુબભાઇ જમાલભાઇ સૈયદ ઉ.વ.૫૪ રહે. આઇ.ટી.આઇ કોલેજ પાસે પેડકમા ભાવનગર
(૫) શ્યામકુમાર કેવલરામ ડોડેજા ઉ.વ.૪૯ રહે. સીન્ધનગર પ્લોટ નં ૧૯૭૧/એ સોલંકી રેસ્ટોરન્ટની બાજુમા ભાવનગર
(૬) સુરેશભાઇ ઉર્ફે છીલ્લુભાઇ લધારામ વિછવાણી ઉ.વ.૫૧ રહે.રસાલા કેમ્પ રૂમ નં ૨૮૪ સરકારી સ્કુલની બાજુમા ડી.વાયએસ.પી ઓફીસ સામે ભાવનગર
(૭) હબીબભાઇ રસુલભાઇ સીપાઇ ઉ.વ.૬૦ રહે રૂવાપરી રોડ કુરેશી મોટર ગેરેજવાળા ખાચામા ખાન સાહેબના ડેલામા ભાવનગર
(૮) અબ્દુલકાદર મીયાભાઇ ખોખર ઉ.વ.૬૦ રહે. રૂવાપરી રોડ સાઢીયાવાડ ચોકમા ભાવનગર વાળાઓને રોકડ રૂ ૨૧,૪૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં ગંગાજળિયા પો.સ્ટે ના પોલીસ ઇન્સ ડી.જી.પટેલની સૂચના મુજબ હેડ કોન્સ. એચ.બી.સોઢાતર તથા મહાવીરસિંહ ગોહિલ તથા પો.કોન્સ.હર્ષદસિંહ વાળા તથા રૂપદેવસિંહ રાઠોડ તથા લગ્ધીરસિંહ ગોહિલ તથા ક્રિપાલસિંહ ગોહિલ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

Previous articleનવ જિલ્લાની ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી લીધા
Next articleકરચલીપરા ભરવાડવાડા પાસેથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમો સહિત અતુલ લોડીંગ રીક્ષા ઝડપાઈ