ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ આજરોજ ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ગંગાજળીયા પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ ભાવનગર, મોતીતળાવ રોડ રેલ્વે સાઇડટપની પાછળ યુ મિલ કમ્પાઉન્ડ ખાતેથી છોટા હાથી લોડીંગ વાહન નંબર-GJ-23-X-9853 માં કચરાના કોથળાની નીચે છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૧૮૪ તથા બીયર ટીન નંગ-૭૨ કિ.રૂ. ૭૮,૩૦૦/- તથા છોટા હાથી વાહન સહિત કુલ કી.રૂ. ૭૮,૩૦૦/- નો મુદામાલ ઝડપી પાડેલ અને આરોપી લખનભાઇ હકાભાઇ વાઘેલા રહેવાસી-ભાવનગર વાળો રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ નહિ જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ આર.આર.સેલના સ્ટાફના હેડકોન્સ. અર્જુનસિંહ ગોહીલ તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા એઝાઝખાન પઠાણ તેમજ ગંગાજળીયા પો.સ્ટે.ના હેડકોન્સ હીરેનભાઇ બારોટ તથા પો.કોન્સ. રૂપદેવસિંહ રાઠોડ તથા હર્ષદસિંહ વાળા તથા લગ્ધીરસિંહ ગોહીલ તથા ક્રિપાલસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.
















