શ્રદ્ધા શ્રીનાથની પાસે દક્ષિણની અનેક ફિલ્મો હાથમાં : રિપોર્ટ

561

દક્ષિણ ભારતની વધુ એક લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથ પણ બોલિવુડની ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. જો કે તેની પાસે હાલમાં દક્ષિણ ભારતની અનેક ફિલ્મો હાથમાં છે. જે વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મફેર એવોર્ડ વિજેતા અભિનેત્રી હવે પોતાની તમામ લોકો જાણે છે કે શ્રદ્ધા મલયાલમ, તમુળ અને કન્નડ ફિલ્મમાં કામ કરી ચુકી છે. વર્ષ ૨૦૧૭માં ૨૭ વર્ષીય અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથે ઇન્ટર્ન રિપોર્ટર તરીકે યાદગાર ભૂમિકા અદા કરી હતી. કન્નડ ફિલ્મ યુ ટર્નને લઇને માહિતી મેળવી લેવા માટે તેને કહેવામાં આવે છે. નવી ફિલ્મ હાથ લાગ્યા બાદ તે ભારે ખુશ છે. દક્ષિણ ભારતીય અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથ બોલિવુડમાં પણ તેની કેરિયરને લઇને આશાવાદી બનેલી છે. જેથી તે આના માટે આશાવાદી દેખાઇ રહી છે. કન્નડ ફિલ્મમાં સફળ રીતે ભૂમિકા અદા કર્યા બાદ તે હવે પોતાની છાપ હિન્દી ફિલ્મમાં છોડવા માટે તૈયાર છે. શ્રદ્ધા માને છે કે બોલિવુડમાં તીવ્ર સ્પર્ધા છે છતાં તે આને લઇને ચિંતાતુર નથી. શ્રદ્ધા કહે છે કે તે હિન્દી ફિલ્મોની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મમાં પણ કામ કરવા માટે ઉત્સુક છે. તેની સાથે કામ કરી ચુકેલા સાથી કલાકારોનુ કહેવુ છે કે શ્રદ્ધા કુશળત અભિનેત્રી તરીકે છે. જે હિન્દી ફિલ્મમાં પણ નજરે પડશે. શ્રદ્ધા શ્રીનાથની ફિલ્મનુ શુટિંગ હવે શરૂ કરાશે. શ્રદ્ધા પાસે કેટલીક હિન્દી ફિલ્મો છે. જેની ટુંક સમયમાં જાહેરાત કરનાર છે. હિન્દી ફિલ્મોમાં ભૂમિકા અંગે વાત કરતા તે કહે છે કે હિન્દી કરતા તેની પાસે દક્ષિણ ભારતની ફિલ્મો વધારે આવી રહી છે. તમામ ફિલ્મો માટે તે ખુબ મહેનત કરી રહી છે. તે કોઇ એક ભાષા સુધી મર્યાદિત રહેવાની ઇચ્છા ધરાવતી નથી.

Previous articleપંડીત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર શહેર ભાજપ દ્વારા સમર્પણ દિન તરીકે ઉજવ્યો
Next articleરિતિક અને અનુષ્કા શર્મા હવે પ્રથમ વખત એક સાથે દેખાશે