ફિલ્મ જયેશભાઇ જોરદારની સાથે શાલિનીની એન્ટ્રી રહેશેૃ

0
397

ફિલ્મ અર્જુન રેડ્ડીની અભિનેત્રી શાલિની પાન્ડે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તે નવી હિન્દી ફિલ્મમાં રણવીર સિંહ સાથે નજરે પડનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ ફિલ્મ જયેશભાઇ જોરદારની સાથે શાલિની બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેનુ કહેવુ છે કે આ નસીબની બાબત છે કે ફિલ્મ માટે તેની નોંધ લેવામાં આવી રહી છે. દક્ષિણ ભારતની ફિલ્મોમાં ધુમ મચાવી દીધા બાદ હવે હિન્દી ફિલ્મમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. તેનુ કહેવુ છે કે તે એક દિવસે પોતાના મિત્રની સાથે એક રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. ત્યાં શાનુ જે યશરાજ ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે છે તે કેટલાક લોકોની સાથે ત્યા હતી. તેનુ કહેવુ છે કે ત્યાં શાનુની નજર તેના પર પડી હતી. તે આગળ કહે છે કે તેઓ કેટલાક વિષય પર વાતચીત કરી રહ્યા હતા. અમે શાનુ સાથે એ દિવસે બિલકુલ પણ વાત કરી શક્યા ન હતાી. શાનુની સાથે બે વખત શરૂઆતમાં કોઇ વાત થઇ ન હતી. શાલિની કહે છે કે એક દિવસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના મેસેજ ચેક કરી રહી હતી ત્યારે અન્ય મેસેજ શ્રેણીમાં તેને તેમના મેસેજને જોવાની તક મળી ગઇ હતી. તે શાનુના મેસેજને જોઇને હેરાન થઇ ગઇ હતી. જો કે મેસેજને વહેલી તકે વાંચવાના ચક્કરમાં આ મેસેજ ડિલિટ થઇ ગયો હતો. જો કે સારી બાબત એ હતી કે એ જ વખતે તેમની ટીમ પાસેથી ઓડિશન માટે કોલ આવ્યો હતો. તેને આ અંગે માહિતી ન હતી કે કઇ ફિલ્મ માટે તેને બોલાવવામાં આવી રહી છે. જો કે તે રોમાંચિત અને ઉત્સુક હતી. હવે તે રણવીર સિંહ સાથે ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. ફિલ્મ જયેશભાઇ જોરદાર સાથે તે બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. શાલિની સાઉથની સાથે સાથે હિન્દી ફિલ્મમાં પણ કેરિયર જમાવવા માટે ઇચ્છુક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here