ઇલિયાના બિગબુલ ફિલ્મને લઇને ભારે આશાવાદી બની

0
358

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ કોમેડી ફિલ્મ પાગલપંથી બાદ હવે અભિષેક બચ્ચનની સાથે બિગ બુલ ફિલ્મમાં નજરે પડનાર છે. આ ફિલ્મનુ નિર્માણ અભિનેતા અજય દેવગન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં જોરદાર રીતે ચાલી રહ્યુ છે. આ ફિલ્મ હાલના સમય મુજબ ૨૩મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મની પટકથા શેરબજાર સાથે સંબંધિત છે. અભિષેક બચ્ચન મોટી ભૂમિકા અદા કરનાર છે. ઇલિયાનાની પાસે હાલમાં વધારે ફિલ્મ નથી. તેની હાલમાં પાગલપંથી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. તે હિન્દી ફિલ્મોમાં સફળ સાબિત થઇ નથી પરંતુ સાઉથની ફિલ્મોમાં હિટ સાબિત થઇ રહી છે. તે છેલ્લે પાગલપંથી ફિલ્મમાં દેખાઇ હતી. તે પહેલા અજય દેવગનની સાથે રેડ ફિલ્મમાં ચમકી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. તેના લગ્નને લઇને હાલમાં સતત હેવાલો આવ્યા છે. જો તે તે કોઇ ટિપ્પણી આને લઇને કરી રહી નથી. ઇલિયાના ડી ક્રુઝે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત રણબીર કપુર સાથે બર્ફી ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. તે કોઇ ચમત્કારથી ઠીક થઇ નથી. હાલમાજ રજૂ થયેલી રેડ અને તેના પહેલા બાદશાહો ફિલ્મમાં તે અજય દેવગનની સાથે નજરે પડી હતી. ફિલ્મમાં અજય સાથે તેની જોડીની પ્રશંસા થઇ હતી. આ ફિલ્મને સરેરાશ સફળતા પણ મળી હતી. ઇલિયાના તે પહેલા અક્ષય કુમારની સાથે રૂસ્તમ ફિલ્મમાં પણ નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તેને સારા કલાકારો સાથે રોલ મળ્યા છે.ઇલિયાના પોતાની કેરિયરમાં ખરાબ સમયમાંથી પણ પસાર થઇ ચુકી છે. તેનુ કહેવુ છે કે ડિપ્રેશન દિમાગમાં એક પ્રકારની કેમિકલ અસમાનતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here